ધાનેરામાં પેટ્રોલ પુરાવવા મામલે થયેલ મારપીટ સીસીટીવી કેમેરામાં કેદ

ધાનેરામાં સોમવારે રાત્રે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા મામલે મારામારી થતા અફડાતફડી મચી ગઈ હતી. ધાનેરાનો એક યુવાન સોમવારે રાત્રે અગ્રવાલ ચાર રસ્તા પર આવેલ પેટ્રોલ પંપ ઉપર પોતાના બાઈકમાં પેટ્રોલ પુરાવવા ગયો હતો ત્યારે એકટીવા લઈને આવેલા અન્ય એક યુવકે લાઈનમાં વચ્ચે આવતા તેને કહેવા જતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં એકટીવા ચાલક યુવકે ગાળો બોલતા મામલો ઝપાઝપી સુધી આવી ગયો હતો. બાદમાં કાર સાથે હથિયારો લઈને આવેલા શખ્સોએ બાઈક ચાલક યુવક અને તેના ભાઈ ઉપર હુમલો કરી માર માર્યો હતો અને ઈજા પહોચાડી હતી. આ મામલે ૬ શખ્સો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.