ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની સંભાવના

વાયુ વાવાઝોડાને પગલે ગત સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. વિધિવત રીતે ચોમાસુ શરૂ થયું છે ત્યારે આજથી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. નૈઋત્યનું ચોમાસું ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરેન પગલે વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગઈકાલે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
 
બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
 
વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો 39થી 41 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ ગયા હતા. જો કે, આગામી બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પધરામણી થવાનાં સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.