02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / IED બ્લાસ્ટ, નક્સલીઓએ સિક્યોરિટી ફોર્સની ગાડી ઉડાવી : 16 જવાન શહીદ

IED બ્લાસ્ટ, નક્સલીઓએ સિક્યોરિટી ફોર્સની ગાડી ઉડાવી : 16 જવાન શહીદ   01/05/2019

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ બુધવારે બે મોટીને ઘટનાને અંજામ આપ્યો. અહીં પેટ્રિલિંગ કરી રહેલાં સુરક્ષાકર્મીઓના વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધું, આ ઘટનામાં 16 જવાન શહીદ થયા. આ પહેલાં મંગળવારે મોડી રાત્રે વિસ્તારમાં નક્સલીઓએ રોડ નિર્માણ કંપનીની 36 ગાડીઓ સળગાવી દીધી. નક્સલી હુમલો કરુખેડાથી છ કિલોમીટર દૂર કોરચી માર્ગ પર થયો. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પોલીસના જવાન ખાનગી બસથી ગઢચિરોલી તરફ જઈ રહ્યાં હતા. આ વિસ્તાર મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર છે.
 
શહીદ જવાન સી-60 ફોર્સના કમાન્ડો હતાઃ શહીદ થયેલાં જવાન પોલીસની સી 60 ફોર્સના કમાન્ડો હતા. આ ફોર્સમાં 60 જવાનો હોય છે. તેની રચના 1992માં ગઢચિરોલીના તત્કાલીન એસપી કેપી રઘુવંશી કરી હતી. આ ફોર્સના કમાન્ડો નક્સલ વિરોધી અભિયાન માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ ગોરિલા યુદ્ધમાં માહેર હોય છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેન્કરોમાં પણ આગ લગાવી દીધી છે. આ ઉપરાંત નક્સલીઓએ કુરખેડામાં મિક્સર મશીન, જનરેટર અને ટેન્કરોમાં આગ લગાવી. તેની સાથે જ નક્સલીઓએ કુરખેડા-કોરચી માર્ગ પર ઝાડ કાપીને રસ્તો બંધ કર્યો હતો અને બેનર પોસ્ટર લગાવી દીધા હતા. માનવામાં આવે છે કે, આ ઘટનામાં અંદાજે રૂ. 10 કરોડનં નુકસાન થયું છે.
 
નક્સલી લોકસભા ચૂંટણીનો વિરોધ કરી રહ્યાં છે. જો કે નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવા છતાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા અંતર્ગત 11 એપ્રિલે ગઢચિરોલી-ચિમૂર સીટમાં મતદાન થયું હતું. ગઢચિરોલીમાં 72% વોટિંગ નોંધાય હતું.
 
નક્સલીઓએ 9 એપ્રિલે દંતેવાડામાં આઈઆઈડી બ્લાસ્ટથી હુમલો કર્યો હતો. હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવી અને તેમના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમની સુરક્ષામાં તહેનાત ચાર જવાન પણ શહીદ થઈ ગયા હતા. હુમલો ત્યારે થયો જ્યારે ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહ્યાં હતા.

Tags :