02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાના મારડિયા હાઈસ્કૂલથી સુરપુર સુધીના દોઢ કી.મી.ના કાચા રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત

મોડાસાના મારડિયા હાઈસ્કૂલથી સુરપુર સુધીના દોઢ કી.મી.ના કાચા રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત   25/12/2018

 
 
 
                                    આઝાદીના ૭ દાયકા બાદ પણ અરવલ્લી જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર વિકાસ થી વંચિત છે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ અને પતંગોત્સવ પાછળ કરોડો રૂપિયાના એંધાણ કરી રહી છે બીજીબાજુ ગતિશીલ ગુજરાતના મોડાસા તાલુકાના મરડીયા સ્ટેશનથી સુરપુર નવો વસવાટ (કોળી) ગામમાં જવાનો ૧.૫ કિલોમીટર ધૂળીયો રસ્તો બનાવવા ધારાસભ્ય,સંસદસભ્ય થી લઈ વહીવટી તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં પાકો રસ્તો ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના જાગૃત યુવાનોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ઉત્સવોના નામે થતા કરોડો રૂપિયાના તાયફાઓ બંધ કરી ગુજરાતના અંતરિયાળ વિસ્તારો માં સાચા અર્થમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબદ્ધ કરવાની માંગ કરી હતી 
   સુરપુર નવો વસવાટ (કોળી) વિસ્તાર  બક્ષીપંચ સમાજની બહુંધી વસ્તી ધરાવે છે જે મરડીયા સ્ટેશન જવા  કે આવવા માટે કાચો રસ્તો હોવાથી ગ્રામજનો ભારે
                                                   હાલાકીનો સામનો કરી રહ્યા છે કાચો રસ્તો હોવાથી બાઈક કે અન્ય સાધન પણ પસાર થઈ શકતું ન હોવાથી ગામનો વિકાસ અટવાઈ ગયો છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોઈ કે પછી પ્રસૂતા મહિલા ને સારવાર અર્થે લઈ જવા ભારે જહેમત ઉઠાવવી પડે છે પ્રજાજનોને ઇમરજન્સી સમયે કે મહિલાના ડિલિવરીના અંતિમ દિવસમો ૧૦૮ ઇમરજન્સી સેવાનો પણ લાભ મળતો નથી ગામ ના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે મરડીયા હાઈસ્કૂલ કે બહાર સ્થળે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેટલાક બાળકો તો વાહન વ્યવહારના અભાવે અભ્યાસ પણ પડતો મુકવા મજબુર બન્યા છે. ગ્રામજનોની આઝાદીના ૭ દાયકા પછી પાકા રસ્તા (રોડ) ની માંગ સામે રાજકારણીઓ અને વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા વારંવાર રજૂઆતો કરી થાકી જતા આગામી સમયમાં પાકા રસ્તાની માંગ સત્વરે  સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે હોવાનું જણાવ્યું હતું 

Tags :