02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસામાં ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ માટીની તસ્કરી

ડીસામાં ગૌચરની જમીનમાંથી ખુલ્લેઆમ માટીની તસ્કરી   30/06/2019

ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં બનાસ નદીની રેતીની ચોરીની આડમાં છેલ્લા કેટલાક સમયથી ગૌચરની જમીનમાંથી માટીની પણ ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર તેની સામે કડકાઈ દાખવે તે જરૂરી બન્યું છે.
ડીસામાંથી પસાર થતી બનાસ નદીનું વહેણ વર્ષોથી સુકાઈ ગયું છે પરંતુ તેની માટીની બાંધકામમાં વિશેષ માંગ રહે છે તેથી વર્ષોથી રેત માફિયાઓ નદીની રેતી રાત દિવસ ઉલેચી રહ્યા છે જે રેતી ભરેલા ટર્બો અને ટ્રકો આ રેતી છેક પાટણ, રાધનપુર, વાવ થરાદ અને રાજસ્થાન ઠાલવે છે ખાણ અને ખનીજ વિભાગની કડકાઈ વચ્ચે પણ રેતીની ચોરી થઈ રહી છે ત્યારે તેની આડમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ગૌચરની ખુલ્લી પડેલી જમીનમાંથી પણ માટીની ચોરી થઈ રહી છે મંદીના માહોલ વચ્ચે પણ બાંધકામો થઈ રહ્યા છે જે દુકાન, ઘર કે ગોડાઉન જેવા બાંધકામોમાં પુરાણ માટે માટીની વધારે જરૂરિયાત રહે છે તેથી ખેતરો અને તળાવો બાદ હવે માટી માફિયાઓનો ડોળો ગૌચરની જમીનો ઉપર મંડરાયો છે હાલમાં ઢુંવા રોડ પાસે આવેલ ગૌચરમાંથી જેસીબી વડે માટી ઉલેચાઈ રહી છે. જ્યાંથી માટી ભરેલા ટર્બો ખુલ્લેઆમ નજીકના વિસ્તારોમાં ચાલતા બાંધકામોમાં માટી પુરાણ કરે છે છેલ્લા કેટલાક સમયથી માટી પુરાણનો ધંધો ધીકતો થઈ પડ્‌યો છે તેથી માટી માફિયાઓ બેફામ બની ગેરકાયદેસર રીતે માટી ઉલેચી સરકારી સંપત્તિને પારાવાર નુકશાન પણ કરી રહ્યા છે જેને ગંભીરતાથી લઈ જવાબદાર તંત્ર આકસ્મિક દરોડા પાડી માટી માફિયાઓને કાયદાનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તે છે.

Tags :