બનાસકાંઠા જીલ્લાના હવામાનમાં અચાનક આવેલ પલટાને લઇ ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ

ગુજરાત રાજ્ય પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ ૨૬ સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુરૂવારના બપોર બાદ બનાસકાંઠા જીલ્લાના અનેક ભાગોમાં હવામાનમાં અચાનક પલટો આવતો જોવા મળ્યો હતો. જેને લઇ અનેક સ્થળો ઉપર ગાજવીજ અને પવન સાથે વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે.
 
ભાદરવા માસમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યી રહયો છે.છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીએ પણ માઝા મૂકી હતી અને ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો ત્યારે ભાદરવા માસની આકરી ગરમીને લઇ પ્રજાજનો પણ પરેશાન થઈ ઉઠયા હતા.તેવા સમયે ફરી એકવાર વરસાદી સિસ્ટમ રચાતા વરસાદી માહોલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ગુરૂવારના બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અનેક સ્થળો ઉપર ગાજવીજ અને પવન સાથે મધ્યમ વરસાદ થવા પામ્યો છે. વરસાદને લઈ ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.ડીસા પંથકમાં ખરીફ પાક સીઝન લેવાની શરૂઆત પણ થઈ રહી છે એવા સમયે વરસાદી માહોલ ખેતીના પાકને મોટું નુકશાન શકે છે તેવુ ખેડુતો જણાવી રહયા છે.
 જ્યારે હવામાન વિભાગ દ્વારા ૨૬મી સપ્ટેમ્બર સુધી વરસાદની શકયતાઓ દર્શાવ્યી છે.જેને લઇ ગુરુવારના બપોર બાદ હવામાન માં પલટો આવ્યો હતો. જેથી ધડીકભર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.