થરાદમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગેરકાયદે કનેકશન મામલે સખત પગલાં ભરવાની તાકીદ

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના નાયબકલેક્ટર કચેરીમાં યોજાયેલ સંકલનની બેઠકમાં થરાદ તાલુકાના દુધવા અને ભોરોલ તથા માલસણની કેનાલમાં પાણી નહી મળવા તથા કાસવી, શેરાઉ, ખોડા, દાંતીયા, સાબા ભાચર, ભાપડી ગામના આંગણવાડી કેન્દ્રમાં સપ્ટેંબરથી કનેકશન નાંખવાનાં બાકી હોઇ તેને આવતી મિટીંગ સુધીમાં પુર્ણ કરવાની તાકીદ કરી હતી. ત્યારબાદ રાજકોટ,દુધવા,આજાવાડા,કાસવી ગામમાં ટેંકરથી પાણી આપવામાં આવતું હોઇ તેના જવાબમાં વિભાગ દ્વારા ટેંડરીંગ પ્રક્રિયા થઇ હોવાનું જણાવ્યું હતું. પાણીપુરવઠા બોર્ડ દ્વારા અમુક વિસ્તારોમાં ગેરકાયદે કનેકશન અને અમુક વિસ્તારોમાં ઉંચાણવાળા ભાગના કારણે સમસ્યા સર્જાતી હોવાનું જણાવતાં નાયબ કલેક્ટરે નર્મદામાં પાણી બહુ હોઇ પ્રશ્નના નિકાલની તથા નોટીસો પાઠવી પીવા માટે બરાબર છે, પણ પિયત માટે ઉપયોગ કરતા હોય તો એફ.આઇ.આર. કરવા સહિત સખત પગલાં ભરવાની તાકીદ કરાઇ હતી. તદુપરાંત નાનોલથી પડાદર કરણાસર વચ્ચેનો પાકો રોડ બનાવવાની, નગરપાલિકા વિસ્તારમાં ઢીલા વાયર ટાઇટ કરવાની ,જૂની આરટીઓ કચેરી હટાવીને રોડ બનાવવાની,હાઇવે રોડ પર ગાયોને ઘાસ બંધ કરાવવાની, દુધવા, કાસવી, વાડીયામાં પાણીની સમસ્યા નિવારવાની, ઘોડાસરની આંગણવાડી સામેની ડીપી દૂર કરાવવાની, કાસવીમાં ગામતળ નિમ કરવા,કુંભારડી બસ સેવા, આંતરોલમાં પોલીસ કર્મચારીઓની હાજરી અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સત્વરે પુર્ણ કરવાના પ્રશ્નોનો સમાવેશ થતો હતો.ખેડૂતોની રવીસિઝન પૂર્ણ થવા છતાં ઇઢાટા માયનોરમાં પાણી નહિ આવવા બાબતે રજુઆત કરાઈ હતી.લેવલ નહિ લેવાના કારણે નહેરો તુટતી હોવાની રજુઆત ઉઠવા પામી હતી.થરાદ મામલતદાર એન કે ભગોરાએ જણાવ્યું હતું કે ૭ પ્રશ્નો ગત મહિને આવતાં તેનું નિરાકરણ કરાયું હતું.જ્યારે આ મહિને ૧૧ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.અધિકારીઓ દ્વારા જે તે વિભાગમાં સપ્તાહમાં નિકાલ કરવાની સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં થરાદ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, પૂર્વકોષાધ્યક્ષ ઓખાભાઈ પટેલ, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ મગાજી ઠાકોર, સમાજ સેવિકા શારદાબેન ભાટી, શાંતિભાઈ વરણ, ઓખાભાઈ રબારી સહિત વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.