02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પૂજ્ય સદારામ બાપાના ખબર અંતર પૂછવા ટોટાણા આશ્રમ ભાવિકોથી ઉભરાયો

પૂજ્ય સદારામ બાપાના ખબર અંતર પૂછવા ટોટાણા આશ્રમ ભાવિકોથી ઉભરાયો   14/05/2019

 બનાસકાંઠા સહિત ગુજરાતભરના ઠાકોર સમાજના શ્રધેય સંત પૂજ્ય સદારામ બાપાની હાલત વધુ નાજુક બની ગઈ છે.છેલ્લા કેટલાક દિવસથી પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સદારામ બાપને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હોવાના અહેવાલો મળ્યા છે.બાપાની નાદુરસ્ત તબિયતને લઈ ઠાકોર સમાજમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે.આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે ટોટાણા આશ્રમે પહોંચી સદારામ બાપાના ખબર અંતર પૂછ્યા હતા. ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરવા માટે સફળ અભિયાન ચલાવનાર સદારામ બાપાને આજે ટોટાણા આશ્રમ લવાતા આશ્રમ ભાવિકોથી ઉભરાઈ ગયો હતો.ગુજરાત સરકારે પણ સદારામ બાપુની સામાજિક સેવાઓને ધ્યાને લઈ તેમને સન્માનિત કર્યા હતા.

Tags :