આવતીકાલે ગુજરાતના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે

ગુજરાત રાજ્ય તલાટી કર્મચારી મહામંડળ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આગામી 22 મી ઓકટોબરથી રાજયના જિલ્લામાં અને તાલુકા મથકે કામ કરી રહેલા તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે. તેવી જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત રાજય સરકારની એકતા યાત્રા, સેવા સેતુ સહિતના તમામ કાર્યક્રમનો તલાટીઓ બહિષ્કાર કરશે. તેવી રજૂઆત કરાઇ હતી.છેલ્લા કેટલાક વર્ષોથી પગાર વધારા સહિત માંગણીઓને લઇને સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાંય સરકાર તલાટીઓની માંગ સ્વીકારતી નથી. જેથી તલાટી કર્મચારીઓમાં સરકાર સામે રોષ ભભૂકી ઊઠ્યો છે. અગાઉ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.  ત્યારબાદ ગાંધીનગરમાં મહાસંમેલન કરીને ધરણા કરવામાં આવ્યા હતા. દર વખતે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવે છે. અને તેનો અમલ કરવામાં આવતો નથી. જેથી તાજેતરમાં તલાટીઓની કારોબારીની બેઠક અંબાજી ખાતે મળી હતી. જેના તમામ આગેવાનો અને કર્મચારીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો આગામી 22 ની ઓકટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે.તો બનાસકાંઠામાં તલાટીઓ વિવિધ માગણી સાથે આગામી 22મી ઓક્ટોબરના રોજ હડતાળ પર ઉતરવાના છે. તલાટીઓની હડતાળના કારણે બનાસકાંઠાની અનેક ગ્રામ પંચાયતોને તાળા લાગી જવાના છે. હડતાળને લઈને ડીસા ખાતે તલાટીઓની એક બેઠર મળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.