બનાસનદીમાં રેતી ભરેલા ડંપરની ટક્કરે આધેડનું ઘટના સ્થળે મોત

સરસ્વતી તાલુકાના દેલિયાથરા ગામની હદમાં બનાસ નદીની રેતીની ક્વોરીઓ ધમધમી રહી છે અને આ ક્વોરી લીઝોમા જવા માટેનો રસ્તો  દેલિયાથરા ગામની હદમાથી પસાર થાય છે.ત્યારે ગતરાત્રીના રોજ દેલિયાથરા ગામનો ઠાકોર ચમનજી શિવાજી ઉ.વ.૪૫ નદીમા લીઝમા જવાના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી રેતી ભરીને પુર ઝડપે આવતા ડંફરે આ રસ્તામા ચાલતા જતા આધેડને હડફેટે લઇ કચડી નાખ્યો હતો ત્યારે આ આધેડ પરથી રેતી ભરેલું ડંફર પસાર થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું  અને ડંફર ચાલક આ આધેડને કચડીને પોતાનું ડંફર લઇ ભાગી ગયો હતો પરંતુ  આ રેતી ચોરી કરતા ડંફરોના ચાલકોની માનવતા મરી પરવારી હોય તેમ બીજી રાત્રે રેતી ભરવા આવતા ડંફર ચાલકો એ આ મૃત્યુ પામેલા  યુવાનનો મૃતદેહને ઘસડીને રસ્તાની બાજુમા કરી અને પુરી રાત રેતી ભરી ડંફરો ચલાવ્યા હતા.  ત્યારે સવારે ગામલોકો ત્યાંથી પસાર થતા આ મૃત્યુ પામેલા યુવાનને જોતા વાગદોડ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વાગદોડ પોલીસ સ્થળ પર આવી આગળની કાર્યવાહી કરી હતી.
 
કાંકરેજ તાલુકાની બનાસ નદીમા ભુમાફિયા કોની પરવાનગીથી રાત દિવસ રેતી ખનન કરી રહયા છે તે તપાસનો વિષય છે. આ નદીમા દિવસ કરતા  પણ રાત્રે હજારોની સંખ્યામા રેતી ભરીને આખી રાત ડંફરો દોડી રહયા છે તો શું આ લીજ માલિકોને હાઇકોર્ટનો નિયમ લાગુ નહીં પડતો હોય ? કંબોઈ, ઉંબરી, રાનેર, કસલપુરા, જામપુર જેવા મોટા વિસ્તારોમા રેતી ચોરી કરોડો રૂપિયાની થઈ રહી છે. સરકારનો નિયમ રોયલ્ટી પાસ સવારે ૬ થી સાંજે ૬ સુધી ઓનલાઈન નીકળે છે તો પુરી રાત કેવી રીતે રેતી ભરીને ડંફરો દોડી રહયા છે. અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.