દિયોદરઃ પ્રતિબંધિત વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરતા વેપારી દંડાયા

દિયોદર તાલુકામાં શાળાની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરતા વેપારીઓ દંડાયા છે. તાલુકા શિક્ષણ વિભાગ દ્રારા આજે ઓચિંતી તપાસ કરી અને પ્રાથમિક શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યાના પ્રતિબંધિત વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. તાલુકા શિક્ષણની ટીમ દ્રારા ૧૮૦૦ રૂપિયા જેટલો દંડ ફટકારતા શાળા વિસ્તારમાં તંબાકુનું વેચાણ કરતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના જાડા અને પાલડી ગામે આજે અચાનક શિક્ષણ વિભાગે મુલાકાત કરી હતી. શાળાના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારોમાં તંમાકુનુ વેચાણ કરવુ પ્રતિબંધિત હોય છે. જેને લઇ તાલુકા શિક્ષણ વિભાગે પ્રતિબંધિત વિસ્તારમાં વેપારીઓને ત્યાં જઇ ૧૮૦૦ રૂ.નો દંડ ફટકારી કાર્યવાહી કરતા ચકચાર મચી ગઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.