02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / બર્થ-ડે પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતાં 3 ફ્રેન્ડ્ઝ: બેનું થયું દર્દનાક મોત, ત્રીજો જીવન-મરણ વચ્ચે ખાય છે ઝોલા

બર્થ-ડે પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતાં 3 ફ્રેન્ડ્ઝ: બેનું થયું દર્દનાક મોત, ત્રીજો જીવન-મરણ વચ્ચે ખાય છે ઝોલા   25/09/2018

વરસાદના કારણે ખરાબ વાતાવરણ, લેટનાઈટ સુધી બર્થ-ડે પાર્ટી અને શહેરની સ્પીડ ત્રણ નવજુવાન માટે જીવલેણ બની હતી. નેશનલ હાઈવે પર કારાબાર ચોક પાસે રવિવારે મોડી રાતે 3.30 વાગે ભીષણ એક્સિડન્ટ થયો હતો. તેમાં બે મિત્રોના મોત થઈ ગયા છે જ્યારે ત્રીજો યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. નોંધનીય છે કે, ત્રણેય મિત્રો એક મિત્રની બર્થ-ડે પાર્ટી પછી લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા. તે સમયે વરસાદ પણ થઈ રહ્યો હતો અને પવન પણઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. તે સમયે જ ગાડીનું એક ટાયર પાણી ભરેલા એક ખાડામાં પડતાં તેના છાંટા આગળના કાચ ઉપર પડ્યા હતા અને તેના કારણે આગળનું કશું જ ન દેખાતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ત્યારે અનિયંત્રીત થયેલી કાર ડિવાઈડર પર લાગેલા થાંભલાને અથડાઈ અને પછી પલટી ખઈને બીજી સાઈડ જતી રહી હતી. આ એક્સિડન્ટ એટલો ભીષણ હતો કે જમીનનમાં બે-અઢી ફૂટ સુધી ઉંડો લગાવવામાં આવેલો થાંભલો પણ ઉખડી ગયો હતો. કારના ફરચાં ઉડી ગયા હતા. બોડીનું એન્જિન પણ કારથી અલગ થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારની સ્પીડ ખૂબ વધારે હતી.
 
કાર ચલાવી રહેલા 22 વર્ષના અશ્વિન વિજનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે બાજુમાં બેઠેલા 22 વર્ષના એકલવ્યનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયું હતું.જ્યારે ત્રીજા મિત્ર શુભમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પછી ક્રેનની મદદથી કારમાંથી શુભમને કાઢવામાં આવ્યો હતો. જમાલપુરના મુંડિયા કલાંમાં રહેતા ત્રણેય યુવતો તેમના પરિવારના એકના એક દીકરા હતા.
ચંદીગઢ હોટલ પર આવેલી એક હોટલમાં એકલવ્યની બર્થ-ડે પાર્ટી કર્યા પછી ત્રણેય મિત્રો લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા હતા. પરંતુ ખરાબ વાતાવરણના કારણે ઈરાદો બદલીને તેમણે લાડોવાલ ટોલ પ્લાઝાથી કાર પાછી શહેર તરફ પણ વાળી લીધી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ત્રણેયમાં 8-10 વર્ષથી મિત્રતા હતી અને તેઓ રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. મોડી સાંજે એકલવ્ય અને અશ્વિનીના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
 
એકલવ્યના પિતા ભૂપિંદર શર્માની ચંદીગઢ રોડ પર શર્મા શૂ સ્ટોર નામની દુકાન છે અને તેઓ વાસ્તુ શાસ્ત્રનું પણ કામ કરતાં હતાં. એકલવ્ય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો. અશ્વિનીના પિતા રાજકુમાર મનીલામાં અને મા જગરાઓમાં રહેતી હતી. તે ઘણાં સમયથી તેના ફોઈના દીકરા સાથે રહેતો હતો. તેમનું ફોર્ટિસ હોસ્પિટલની સામે વિજ ગેસ્ટ હાઉસ હતું. તેણે 4 મહિના પહેલાં જ સિનેમા રોડ પર દાસ કિચન એન્ડ હાર્ડવેર નામની દુકાન ખોલી હતી અને નવી કાર લીધી હતી. આ જ કારમાં ત્રણેય મિત્રો લોંગ ડ્રાઈવર પર નીકળ્યા હતા. ઘાયલ શુભમ ભટ્ટના પિતા દેવી ભટ્ટ હીરો ગ્રૂપમાં સીનિયર ઓફિસર છે. તે બીબીએનો વિદ્યાર્થી છે અને IELTSની તૈયારી કરતો હતો. એકલવ્યની જેમ શુભમ પણ સ્ટડી વિઝા પર વિદેશ જવાની તૈયારીઓ કરતો હતો.
 
શુભમના વૃદ્ધ પિતા દેવી ભટ્ટે જણાવ્યું કે, શુભમ બીબીએનો અભ્યાસ કરતો હતો અને તેમની સાથે જ હીરો ગ્રૂપમાં એચઆરનું કામ શીખતો હતો. શુભમના મામા ગણેશ દત્તનું 2017માં સંગરુરમાં રોડ એક્સિડન્ટમાં મોત થતાં તેની માતા કોમામાં જતી રહી હતી. ભણવાની સાથે શુભમ ઘરે માનું ધ્યાન પણ રાખતો હતો. શનિવારે રાતે 10.30 વાગે જ્યારે તેઓ સુવાની તૈયારી કરતા હતા ત્યારે શુભમને ફોન આવ્યો. તેના મિત્રએ તેની બર્થ-ડે હોવાની વાત કરીને તેને ઘરની બહાર ગેટ પર બોલાવ્યો. શુભમ ગયો અને વરસાદ હોવાથી તુરંત કારમાં બેસી ગયો. થોડી વાર પછી ફોન આવ્યો અને શુભમે એકલવ્યના ઘરે હોવાની વાત કહી હતી. થોડી વાર પછી ફરી ફોન આવ્યો અને તેણે વરસાદ વધારે હોવાના કારણે મિત્રના ઘરે જ રોકાવાની વાત કરી. દેવીના જણાવ્યા પ્રમાણે શુભમ હંમેશા આગળની સીટ પર જ બેસવાનું પસંદ કરતો પરંતુ આ વખતે સંયોગથી તે પાછળની સીટ પર બેઠો અને તેના કારણે જ તે બચી ગયો હતો.

Tags :