ગુજરાતની આ સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની રીતસરની પડાપડી, લાંબું લચક વેટિંગ લિસ્ટ

આપણે ત્યાં આમ તો મોંઘીદાટ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ રાત ઉજાગરી ફોર્મ મેળવવા અને પ્રવેશ માટે લાંબીલાંબી કતારોમાં ઉભા રહે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજ કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક- 334માં શૈક્ષણિક વર્ષ 2019-20 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતાં જ વાલીઓ લાંબી લાઇનમાં ઉભા રહી ગયા છે. આ શાળામાં બાળકોને પ્રવેશ લેવા માટે વાલીઓની પડાપડી થાય છે. આ સ્કૂલમાં 300ની આસપાસ વેઇટિંગ રહે છે.
 
આજે સવારથી સુરતમાં લાંબી લાઇનનો નજારો જોવા મળ્યો હતો. પરંતુ આ લાઇન કોઇ સરકારી નોકરી લેવા માટેની નહીં પરંતુ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોના પ્રવેશ અપાવવા માટેની માતા-પિતાની લાઇન હતી. સુરતના શિક્ષણ જગતમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલની ઉઠાવીને આ સ્કૂલમાં પ્રવેશ લઇ રહ્યા છે. આ સ્કૂલની વાત કરીએ તો આ સ્કૂલના દ્રશ્ય ખાનગી સ્કૂલથી પણ વધારે ટક્કર મારે છે.
 
શિક્ષણ સમિતિના ચેરમન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે અમારી સ્કૂલમાં જૂની રમતો રમાડવામાં આવે છે જે વિસરાતી જાય છે. જેના કારણે બાળકોના માનસિક વિકાસમાં મદદ થાય છે. કોર્પોરેશનની મદદથી સ્કૂલોમાં સારી સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે શિક્ષણ સમિતિ ખાનગી સ્કૂલની જેમ જ સુવિધાઓ પુરી પાડે છે. જેનાથી વાલીઓ અમારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે આકર્ષાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.