02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અંબાજી મંદિરમાં મા જગત જનનીની આરતીનું લાઈવ દર્શન થઈ શકશે

અંબાજી મંદિરમાં મા જગત જનનીની આરતીનું લાઈવ દર્શન થઈ શકશે   25/03/2020

જગત જનની માં અંબાનું મંદિર કોરોના વાઇરસની દહેશતના પગલે ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે.ત્યારે આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પર્વને લઇ દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે. ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. જોકે ઘટ સ્થાપનની આ કામગીરી દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.ચૈત્રી નવરાત્રિમાં અને મા અંબાના દર્શન વગર અનુષ્ઠાન અધૂરા રહેતા હોય છે. અનુષ્ઠાન કરનાર ભાવિક ભક્તો અંબાજી મંદિરમાં થતી ભક્તિ ભાવપૂર્વક ગવાતી મા અંબાની આરતીનો જીવંત નજારો માણી શકશે.

Tags : ambaji,live,darshan,rakhewal