02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગરથી અંબાજી જતા માર્ગો જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યા

હિંમતનગરથી અંબાજી જતા માર્ગો જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યા   21/09/2018

હિંમતનગર અંબાજી જતા માર્ગો જાય અંબેના જય ગોષથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સાબરકાંઠા જીલ્લામાં વિવિધ કેમ્પ ખોલીને માઈ ભક્તો પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે પણ શ્રીજી મીડિયા ગૃપ તરફથી સ્વાઈન ફ્‌લુના ઉકાળાનો કેમ્પ શરુ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં આ રીતે આયુર્વેિદક ઉકાળાનો એક માત્ર કેમ્પ થતો હોવાથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તો સાબરકાંઠા જીલ્લા કલેકટર પ્રવિણા ડીકે તથા જીલ્લા વિકાસ અધિકારી શ્રુતી ચારણ પણ ખાસ હજાર રહ્યા હતા અને તેમણે પત્રકારો તારાથી થતા અ કેમ્પની કામગીરીને બિરદાવી હતી. સાબરકાંઠા પત્રકાર મિત્રો દ્વારા બીજા વર્ષે પણ માઈ ભક્તોની સેવા માટે હિમતનગરનાં સહકારી જીન વિસ્તારમાં સ્વાઈન ફ્‌લુના ઉકાલાનાઓ કેમ્પ આજે જીલ્લા કલેકટર પ્રવીણ ડી.કે અને જીલ્લા વિકાસ અધિકારી શ્રુતી ચારણે ખુલ્લો મુક્યો હતો. ગુજરાતમાં પત્રકારો દ્વારા કરતા એક માત્ર આ કેમ્પની કામગીરીને તેમણે બિરદાવી હતી. અને સ્વાઈન ફ્‌લુના રોગે માથું ઊંચક્યું છે ત્યારે સ્વાઈન ફ્‌લુના ઉકાળાના કેમ્પને તેમણે આશીર્વાદ રૂપ ગણાવ્યો હતો. ચાલુ વર્ષે ઉકાળાની સાથે લીબું સરબત અને આરોગ્ય લક્ષી દવાઓ માટેની પણ વ્યવસ્થા સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ અને આયુર્વેિદક વિભાગે પૂરી પાડી હતી. આ પ્રસંગે જીલ્લા શિક્ષણ અધિકારી આર. એસ. ઉપા ધ્યાય, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી, હિમતનગર મામલતદાર, મૌલેશ સોની, યુસુફ બચ્ચા સહીત પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ માઈ ભક્તોની સેવાનો લાભ લીધો હતો.

Tags :