02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ફેસબુકના 42 કરોડ યુઝર્સના ફોન નંબર અને ડેટા લીક થયા

ફેસબુકના 42 કરોડ યુઝર્સના ફોન નંબર અને ડેટા લીક થયા   06/09/2019

સોશિયલ મીડિયા કંપની ફેસબુક સાથે સંકળાયેલા 41.9 કરોડ યુઝર્સના ફોન નંબરના ડેટા લીક થયા છે. લીક થયેલા નંબરોમાં મોટા ભાગના અમેરિકાના 13.3 કરોડ, વિયેતનામના 5 કરોડ અને બ્રિટનના 1.8 કરોડ યુઝર્સ સામેલ છે. આ લીકમાં યુઝર્સના નામ, જેન્ડર અને સરનામાં જેવી તમામ માહિતી છે. તેના દ્વારા યુઝર્સને ફેક કોલ અને સિમ સ્વિપિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. લીક થયેલા નંબરોમાં કેટલીક મોટી હસ્તીઓના નંબર પણ સામેલ છે.
 
અમેરિકી ટેક્નોલોજી ન્યૂઝ સાઇટ ટેક ક્રન્ચના રિપોર્ટ મુજબ લીકનું મુખ્ય કારણ સર્વરનો પાસવર્ડ સુરક્ષિત ન હોવાનું છે. જેના કારણે તેને એક્સેસ કરવાનું બહુ સરળ થઇ ગયું. આ મામલે ફેસબુક પ્રવક્તાએ કહ્યું કે રિપોર્ટનો કેટલોક ભાગ સાચો છે, પરંતુ આ ડેટા બહુ જૂના છે. 2018માં કેમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણ પછી ફેસબુક મોબાઇલ નંબર દ્વ્રારા ફેસબુક યુઝર્સને શોધવાની સુવિધા બંધ કરી દીધી છે.

Tags :