02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠામાં વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સ્થળેથી હોડીંગ્સ અને બેનરો હટાવાયાં

સાબરકાંઠામાં વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સ્થળેથી હોડીંગ્સ અને બેનરો હટાવાયાં   14/03/2019

 
 
 
 
 
 
 
 
 
 
                                 સંસદિય સાબરકાંઠા બેઠકની આગામી તા. ૨૩ એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે ગત રવિવારથી તેની તારીખો જાહેર થયા બાદ કડક આચારસંહિતાન અમલ શરૂ થઈ ગયો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સાબરકાંઠાના ચાર તાલુકાઓમાંથી બે દિવસમાં અંદાજે ૧૦૨૦ હોડીસ અને બેનર હટાવી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જિલ્લામાં ક્યાય પણ આવા બેનર કે હોડીસ હશે તો તેને દુર કરવા માટે વહિવટી તંત્ર કટીબધ છે . . આ અંગે જિલ્લા કલૈક્ટરના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે જિલ્લાના અધિકારીઓની ચૂંટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ ઉપસ્થિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે તાકીદ કરતા જણાવ્યુ હતુ કે આચરસંહિતાનો કડક અમલ થાય તે જોવાની જવાબદારી સરકારી અધિકારીઓની ઇ તેથી જ્યા સુધી લોકસભાની ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યા સુધી કોઈપણ જાહેર સ્થળે અચાવતો સરકાર પાસેથી અનુદાન મેળવતી શૈક્ષણિક સંસ્થાએ તથા જાહેર સ્થળો પર સરકારની સફળતા દર્શાવતા હોડીમ્સ કે બેનર હોય તો તેને દુર કરી દેવા . સફારી શાળાઓના ગ્રાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે પદાધિકારીઓ કે મંત્રીઓ આવા સ્થળોનો સભાના સ્થળ તરીકે ઉપયોગ કરી શકશે નહિં તથા સરકારી વિશ્રામગૃહો અને સંસ્કારી વાહનોના ઉપયોગ પર પદાધિકારીઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે . ર્કો બીજી તરફ સાબસ્કાંઠામાં આવેલ હિંમતનગર , પ્રાંતિજ , ઈડર તથા ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાંથી વહિવટી તંત્ર દ્વારા બે દિવસમાં અંદાજે ૧૦૨૦ હોડીંગ્સ અને બેનરો હટાવી લેવામાં આવ્યા છે બેઠકમાં કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં જે સાબરકાંઠામાં કોઈપણ સ્થળે સરકારી જાહેરાત તથા વિવિધ યોજનાઓ અંગેના બેનરો કોઈપણ નાગરીકોને જોવા મળે તો તે અંગે નજીકના સરકારી કચેરીના અધિકારીને ધ્યાન દોરવાની રહેશે.
 સાબરકાંઠામાં બે દિવસમાં સૌથી વધુ હોડીસ અને બેનર ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ અને સૌથી ઓછા હિંમતનગર તાલુકામાંથી દુર કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છેકે આચારસંહિતાના કક્ક અમલના ભાગરૂપે હિંમતનગરના મહાવીરનગર , મોતીપુરા, મહેતાપુરા , ટાવરસર્કલ તથા સિવિલ સર્કલ નજીક સગાવાયેલા બેનર્જા દુર કરી દેવાયા છે જે હજ પણ ક્યાય હશે તો તે અંગે તપાસ કરીને આવા હોડીંગ્સ અને બેનર દુર કરી દેવામાં આવશે.

Tags :