માના ખોળામાંથી 12 દિવસના માસૂમને ન છીનવી શક્યો તો માથું ખેંચીને લઈ ગયો

આ કહાણી એવા પરિવારની છે. જેને વાંદરાના આતંકના કારણે તેના ઘરના ચિરાગને ગુમાવી દીધો. આગ્રાના રૂનકતા વિસ્તારમાં હૃદયને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. મા તેના ઘરના આંગણામાં 12 દિવસના નવજાતને દૂઘ પિવડાવી રહી હતી. તે દરમિયાન વાંદરો આવ્યો અને બાળક પર હુમલો કરી દીધો. માએ બાળકને બચાવવાની કોશિશ કરી તો વાંદરો માસૂમનું માથું ઘડથી અલગ કરીને ખેંચીને લઇ ગયો. માસૂમના મોતથી માનો હાલ બેહાલ છે. ઘરમાં પથરાયેલું લોહી સાફ કરવાની હિંમત પણ પરિવારમાં નથી રહી. આગ્રા પાસે રુનકતા વિસ્તારમાં વાંદરાનો આતંક એટલો છે કે લોકો તેના ઘરમાં કેદ થઈને રહેવાનું પંસદ કરે છે.
 
આ ઘટના પહેલા પણ માસૂમ બાળકોને વાનર શિકાર બનાવી ચૂક્યા છે. આ વિસ્તારમાં કોઈના ચહેરા પર ઘાના નિશાન જોવા મળશે તો કોઇના માથા અને હાથ-પગમાં પાટા બાંધેલા જોવા મળશે આ બધી વાનરની દેણ છે. એક વખત તો આ વિસ્તારના વાનરે સૂતેલી મહિલાના કાન કાપી લીધા હતા અને તેના ચહેરાને ગંભીર ઇજા પહોંચાડી હતી.
 
આ વિસ્તારના પુરૂષો તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે ડંડો લઇને ચોકીદારી કરે છે. કામધંધો છોડીને લોકોને સવારથી સાંજ સુઘી વાનરની પહેરેદારીમાં લાગી જવું પડે છે. જેથી ઘરની મહિલાઓ અને બાળકો સુરક્ષિત રહી શકે. સ્થાનિય લોકો અનુસાર આ વિસ્તારમાં હજાર જેટલા વાનર હશે. પ્રશાસન પણ બીજી જગ્યાએ પકડેલા વાનરને પકડીને આ વિસ્તારમાં છોડી દે છે. જેના કારણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાનરની સંખ્યા વધી ગઈ છે.
 
ગામના લોકોનું કહેવું છે કે બહુ બઘી વખત આ મામલે ફરિયાદ કરી ચૂક્યા છીએ પરતું કોઈ પગલા નથી લેવાયા. તેમનું કહેવું છે કે, કીઠમ બર્ડ સેન્ચુરીમાં બીયર રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. રેસ્ક્યૂ ટીમ જુદી-જુદી જગ્યાએ પકડેલા જાનવરને આ વિસ્તારમાં છોડી દે છે. જેના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
 
વાનર માત્ર લોકોને જ નિશાન નથી બનાવતા, વાનર રોકડ રકમ અને સંપત્તિને પણ એટલું જ નુકસાન પહોંચાડે છે. વાનરે એક યુવકની ચેઈન ખેંચીને તેને ચોથા માળેથી નીચે પછાડ્યો હતો. આ સિવાય એસબીઆઇ બેન્કની બહાર ચાંદીના વેપારી પાસેથી પણ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ છીનવી ગયા હતા. પૂર્વ પ્રશાસને દો કરોડનો ખર્ચ કરીને નસબંદી કેન્દ્ર બનાવ્યું હતું પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. 12 દિવસના માસૂમનો ભોગ લેવાતા લોકોનો રોષ વધ્યો છે. લોકો આ મામલે કલેક્ટર ઓફિસમાં ઘરણા કરવાના મૂડમાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.