02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસા રાજપુરમાં બનાસ નદીના પટમાંથી રોયલ્ટીની ચોરી કરતા માફીયાઓ

ડીસા રાજપુરમાં બનાસ નદીના પટમાંથી રોયલ્ટીની ચોરી કરતા માફીયાઓ   26/07/2018

ડીસા રાજપુર બનાસ નદી ના પટમાંથી છેલ્લા કેટલા સમયથી બેફામ રેતી માફિયાઓ રોયલ્ટી ભર્યા વગર રેતી ની ચોરી કરી રહ્યા છે મામલતદાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા માફિયાઓનેખુલ્લો દોર મળી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ ડીસા રાજપુર બનાસ નદીના પટમાંથી વહેલી સવારે તથા મોડી સાંજ સુધી ખુલ્લે આમ ટ્રેક્ટર માં રેતી ભરીને રોયલ્ટી ભર્યા વગર જઈ રહ્યા છે અને ટ્રેક્ટર તથા ટ્રોલીમાં આગળ પાછળ નંબર હોતા નથી અને ફૂલ ઝડપે ટ્રેક્ટર અકસિડેન્ટ કરી નાસીપાસ થઈ જાય છે જેના લીધે માસુમ બાળકો મોતને ભેટે છે આવા ટ્રેક્ટર ચાલકો વિરુદ્ધ પોલીસ તથા મામલતદાર પગલાં ભરે તેવી જન માંગ છે રેતી ભરેલા ટ્રેક્ટર ઉપર ટાટપત્રી ઢાંકેલ ન હોવાથી રેતી ઊડતી હોવાથી રાહદારી તેમજ વાહનચાલકોને આંખ માં ધૂડ ઊડતી હોવાથી ઘણી વાર અકસ્માત સર્જાય છે આવા ટ્રેક્ટર ચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ છે.

Tags :