આ બાળકીની ઉંમર છે માત્ર 7 મહિના, તેના વાળ જોઈને તમારા ચહેરા પર પણ આવી જશે SMILE!

સામાન્ય રીતે નવજાત બાળકોના માથા પર ઓછા અને પાતળા વાળ હોય છે. થોડા સમય બાદ તેમના વાળ પણ વધવા લાગે છે અને જાડા પણ થતા જાય છે, પરંતુ આજકાલ જાપાનની એક 7 મહિનાની બાળકી ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે. આ બાળકીના વાળને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. વાળના ગ્રોથે તેની ક્યૂટનેસને એટલી વધારી દીધી છે કે, તેને જોતા જ સહુ કોઈ તેના પ્રશંસક બની જાય.
 
એક વેબપોર્ટલ પ્રમાણે, આ બાળકીનું નામ ચાંકો છે, જેનો ડિસેમ્બર 2017માં જાપાનમાં જન્મ થયો હતો. બાળકી જન્મી ત્યારથી તેના વાળ જાડા હતા. બાદમાં અત્યાર સુધી બાળકીના વાળનો ગ્રોથ ઝડપથી વધતો જ રહ્યો છે. આ ક્યૂટ બાળકીના ઈંસ્ટાગ્રામ પર 70 હજારથી વધુ ફોલોવર્સ છે. વાળના કારણે જ તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટસ પર "hair diary"નું લેબલ લગાવાયું છે. ઈંસ્ટાગ્રામ પર આ બાળકીની કેટલીક તસવીરને 10 હજારથી વધારે લાઈક મળી જાય છે. હવે દુનિયાભરમાં તેના પ્રશંસકો બની ગયા છે. બાળકીની તસવીર પર ઈંસ્ટાગ્રામ યુઝર્સ કોમેન્ટ પણ કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.