પાલનપુરમાં પરિણીતાને એસિડ એટેકની ધમકી અપાયાની રાવ

પાલનપુર ; પાલનપુરમાં એક પરિણીતા સાથે સબંધ બાંધવાની માંગણી કરતા યુવકે તેણીની પર એસિડ એટેક કરી તેના પુત્રને ઉપાડી જવાની ધમકી આપતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે.
પાલનપુર શહેરમાં રહેતી એક પરિણીતાના લગ્ન પૂર્વે એક યુવક સાથે સગપણની વાત ચાલી હતી. પરંતુ સગપણ ન થતા આ યુવક દ્વારા આ પરણીતાનો પીછો કરવામાં આવતો હતો અને તેની સાથે સબંધ બાંધવાની માંગણી કરવામાં આવી હતી. જેમાં પરણીતાએ યુવક સાથે વાત કરવાની ના પડતા યુવકે તેના પર એસિડ છાંટીને ચહેરો ખરાબ કરી દેવા અને તેના પુત્રને ઉપાડી જવાની સાથે તેના ફોટા શોશ્યલ મીડિયા માં વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
પાલનપુરમાં આકેસણ ફાટક બહારના વિસ્તારમાં રહેતી એક પરણિતાને લગ્ન પહેલા પાલનપુર માં બ્રિજેશ્વર કોલોની પાછળ રહેતા ધવલકુમાર મુકેશભાઈ રાવલ નામના યુવક સાથે સગપણની વાત ચાલતા આ યુવક અને યુવતી પરિચયમાં આવ્યા હતા. દરમિયાન ધવલ રાવલે પોતાના મોબાઇલમાં યુવતીના ફોટા પાડ્‌યા હતા. બાદમાં યુવતીના પરિવારને સગપણ પસંદ ન પડતા આ યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ધવલ દ્વારા આ પરણિતાનો પીછો કરવામાં આવતો હતો. 
જેમાં ગતરોજ આ પરણીતા શહેરના એરોમા સર્કલ નજીક પસાર થઇ રહી હતી દરમિયાન ગાડી લઈને આવેલા ધવલરાવલે પરણિતા સાથે વાત કરવા જતા પરિણીતાએ વાત કરવાનો ઇનકાર કરતાં યુવકે પરિણીતાને તેના ઉપર એસિડ છાંટીને ચહેરો ખરાબ કરવા અને તેના છ વર્ષના પુત્રને ઉપાડી જવા તેમજ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે પરણિતાએ પશ્ચિમ પોલીસ મથકે ધવલ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.