બનાસકાંઠામાં મગફળી થતી નથી તે કોંગ્રેસનું જુઠ્ઠાણું : શંકરભાઈ ચૌધરી

 
 
 
પાલનપુર 
પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ બનાસકાંઠામાં આવી બનાસકાંઠાની જનતા અને ખેડૂતોનું અપમાન કરતા આજે તેનો જવાબ આપતા રાજ્યના પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવેલ કે, જેને જિલ્લાની ભૌગોલીક Âસ્થતિનો ખ્યાલ નથી તે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ નર્યુ જુઠ્ઠાણું ચલાવે છે. 
કૃષિમંત્રી આર.સી. ફળદુની ઉપÂસ્થતિમાં યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતાં શંકરભાઈ ચૌધરીએ મીડીયાને જણાવેલ કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા, લાખણી, વડગામ, પાલનપુર, કાંકરેજ સહિત સમગ્ર  જિલ્લામાં મગફળીનું વાવેતર થાય છે અને ચાલુ વર્ષે પણ મગફળીનું સારા પ્રમાણમાં ઉત્પાદન જિલ્લામાં થયું છે. ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તેની ટેકાના ભાવે ખરીદી થઈ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.