02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણાના રન-વે ઉપરથી વિમાન લપસ્‍યુ અને એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું

મહેસાણાના રન-વે ઉપરથી વિમાન લપસ્‍યુ અને એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું   25/11/2018

મહેસાણાના રન-વે ઉપરથી ગઇકાલે એક વિમાન લપસ્‍યુ હતું અને એરપોર્ટની દિવાલ સાથે ધડાકાભેર અથડાયુ હતું. જોકે,સદભાગ્યે કોઇને  જાનહાની નથી. જાણવા મળ્યા મુજબ મહેસાણામાં આવેલા એરપોર્ટમાં એક વિમાન રન વે પરથી લપસીને સીધું એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું. ઉલ્લેખનીય છે કે મહેસાણા એરપોર્ટમાં ટ્રેનિંગ સ્કૂલ ચાલીરહી છે, અહીં  પાયલોટને તાલિમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને આ પાયલટોને 4 સીટર પ્લેન કેવી રીતે ઉડાળવું તે અંગે તાલિમ આપવામાં આવી રહી છે. એરપોર્ટ પર આવેલી બિલ્ડિંગમાં વિમાન ધડાકાભેર અથડાયું હતું. બીજી બાજુ એરપોર્ટ પર ઘટના બાદ મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે જાનહાની અંગે જાણકારી મળી ન હતી. જો કે કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટની દિવાલને મોટું નુકશાન પહોંચ્યું છે. બીજી બાજુ એરપોર્ટની ટ્રેનિંગ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે, જેમ કે ટ્રેનિંગ દરમિયાન કોઇ એક્સપર્ટ સાથે હતા કે કેમ ?

Tags :