02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / શામળાજીમાં દેશી તમંચા સાથે ત્રણ શખ્સો ઝડપાયા ઃ ૧ ફરાર

શામળાજીમાં દેશી તમંચા સાથે ત્રણ શખ્સો ઝડપાયા ઃ ૧ ફરાર   03/05/2019

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક વિશ્રામગૃહ નજીક રોડ પર ખુલ્લેઆમ દેશી તમાચા સાથે ૪ શખ્શો અંદરો અંદર ઝગડો કરતા કરતા વિશ્રામ ગૃહમાં પ્રવેશતા દેકારો મચી ગયો હતો. નશામાં ભાન ભૂલેલા ૪ શખ્શો ઝગડતા હોવાની અને ભયનું વાતાવરણ સર્જતાં શામળાજી પોલીસને જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચતા પોલીસને જોઈ એક શખ્શ ફરાર થઈ ગયો હતો શામળાજી પોલીસે દેશી તમંચા સાથે ગાંધીનગરના ૨ અને ભિલોડાનો ૧ શખ્શને  ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોમવારે રાત્રીના ૮ઃ૩૦ વાગ્યાના સુમારે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આશ્રમ ચોકડી નજીક આવેલા વિશ્રામગૃહ નજીક દારૂના નશામાં બેફામ બનેલા ૪ શખ્શો ખુલ્લેઆમ કાયદાની ઐસીતૈસી કરી દારૂ બંધીના લીરેલીરા ઉડાડી ખુલ્લેઆમ દેશી તમંચો હાથમાં રાખી અંદરો-અંદર ઝગડતા શામળાજી પોલીસે પહોંચી ૩ શખ્શોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા નશો પણ ઉતરી ગયો હતો.
શામળાજી વિશ્રામ ગૃહ નજીક વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે, સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક અજાણ્યો શખ્શ દારૂના નશામાં ગેરકાયદેસર રાખેલી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે અંદરો-અંદર ઝગડી દંગલ મચાવતા શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચતા ૩ શખ્શોને ઝડપી પાડ્‌યા હતા ૧ શખ્શ ફરાર થઈ જતા શામળાજી પોલીસે ૩ શખ્શો પાસેથી ઝડપી પાડી દેશી પિસ્તોલ નંગ-૧ કીં.રૂ. ૧૦૦૦૦/- તથા મોબાઈલ નંગ -૪ કીં.રૂ.૭૦૦૦/- કીં.રૂ. ૧૭૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) વિનીત અશોક ચમાર, રહે,કોલવડા ગાંધીનગર, ૨) ગૌરાંગ રાજેશ વાઘેલા, રહે,સેક્ટર નં.-૬, ગાંધીનગર , ભિલોડાના મેરાવાડા ગામનો આશિક નાનજી ગામેતી અને અન્ય એક અજાણ્યો શખ્શ સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ તથા ઇપીકો કલમ-૧૧૪,૧૬૦ તથા જી.પી.એ કલમ-૧૩૫ અને પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર અજાણ્યા શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Tags :