પેરિસમાં યોજાનાર વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદની ત્રણ દીકરીઓ ભાગ લેશે

ઓક્ટોમ્બર-2018માં ફ્રાન્સના પેરિસમાં યોજાનારી વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના 3 અમદાવાદી બાળકો ભાગ લેવાના છે. આ સ્પર્ધા દર બે વર્ષે યોજાતી હોય છે. આ પહેલાઆ ત્રણેય બાળકો ગત ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડમેડલ જીતીને આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર ભારતમાંથી 30 બાળકો વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ અને એશિયન રોલર સ્કેટિંગચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 7 અમદાવાદી બાળકો ભાગ લેશે.
 
વિશ્વમાં સ્કેટિંગ કરતા બાળકો માટે યોજાતી ચેમ્પિયનશીપ સ્પર્ધા છે. જેમાં એશિયન અને વર્લ્ડ એમ બે લેવલમાં યોજાઇ છે. આ વખતે એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા સાઉથ કોરિયાના નેમવોનમાં 18મી વખત યોજાવા જઈ રહી છે. આ સાથે વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ ફ્રાન્સના પેરિસમાં યોજાવાની છે.
 
 
એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં અમદાવાદના 7 બાળકો ભાગ લેશે અને વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં 3 બાળકો ભાગ લેશે. આ સ્પર્ધામાં સોથી નાની વયની સ્પર્ધક તરીકે 10 વર્ષની યસ્વી ચૌહાણ ભાગ લેશે અને સૌથી મોટા સ્પર્ધક તરીકે 18 વર્ષની મિશ્રી પરીખ ભાગ લેશે. જેમાં મિશ્રી પરીખ, ભાવીતા મધુ, ખુશી પટેલ, દ્રિપ શાહ, પ્રિયમ દેસાઇ, મુસ્કાન સંઘવી અને યસ્વી ચૌહાણ ગુજરાત વતી ભાગ લેશે.
 
બે વર્ષ અગાઉ યોજાયેલી વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ખુશી પટેલ, મિશ્રી પરીખ અને ભાવીતા મધુ વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી વિશ્વ ચેમ્પિયન બની હતી.
 
આ બધાજ બાળકો અમદાવાદમાં GLS યુનિ. કેમ્પસ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેઓને નેશનલ ચેમ્પિયન રહી ચૂકેલી જ્યુતિકા દેસાઇ ટ્રેનિંગ આપી રહી છે. જ્યુતિકાબેનના માર્ગદર્શન નીચે અગાઉ પણ ત્રણ દીકરીઓએ વર્લ્ડ ચેમ્પિયન બની દેશનું નામ રોશન કર્યું હતું..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.