બનાસકાંઠામાં ૧૭૪૨ મિલ્કતોનું ચેકીંગ કરાયું : ૪૪ને સીલ, ૮૩૫ ને નોટીસ

પાલનપુર : ફાયર સેફટી અંગે બનાસકાંઠા જીલ્લા કલેકટર સંદીપ સાગલેની સુચના અનુસાર સમગ્ર જિલ્લામાં આવેલ હોટલ અને ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટા, સ્કુલો, ટયુશન કલાસીસ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડો, શોપીંગ સેન્ટરો, થિયેટર, પેટ્રોલ પમ્પસ,  જીમખાના તેમજ સરકારી અને ખાનગી બિલ્ડીંગોનું  પ્રાન્ત  અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ સહીત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ  દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું  છે.   ડીઝાસ્ટર કચેરી તરફથી મળેલ માહિતી અનુસાર સમગ્ર જીલ્લાંમાં કુલ ૧૭૪૨ મિલ્ક્તોની ચકાસણી કરવામાં આવી છે. ફાયર સેફટી અંગે ત્રુટીઓ જણાતાં ૪૪ મિલ્ક્તોને સીલ કરવામાં આવી છે તેમજ ૮૩૫ મિલ્કાતોને નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ લાગવાની દૂર્ઘટના બને જ નહિ તે માટે તકેદારીની શુ વ્યપવસ્થાઓ છે તથા આગ લાગવાની દૂર્ઘટના થાય તો ત્યારે તેને ઝડપથી કાબુમાં લઇ શકાય તે માટે અગ્નિ શમનની જરૂરી વ્યવવસ્થાઓ કેવી છે. લોકોને ઝડપથી બહાર લાવી શકાય તે માટે શું વ્યગવસ્થાઓ છે વગેરે અંગે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન ચેકીંગ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં ફાયર સેફટી અંગે સૌ પ્રથમ મહા અભિયાન બનાસકાંઠા જીલ્લામાં  ફેબ્રુઆરી-૨૦૧૯ માં  કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.