ડીસા સહિત જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણઃખેડૂતોમાં ચિંતા

 
                   ડીસા સહિત જિલ્લામાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ હતી તેવા સમયે વાતાવરણ વાદળ છાયુ બનતા ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર ઘટાડો થયો હતો છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું મહત્તમ તાપમાન ૩૪ થી ૩પ ડીગ્રી આસપાસ રહેવા પામ્યું છે જ્યારે લઘુત્તમ તાપમાનના પારો પણ ૧પ થી ર૦ ડીગ્રી આસપાસ રહેતા શિયાળાની મૌસમ જામી રહી નથી આમ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ ડીસા શહેરમાં નોંધાય છે. પણ હજુ સુધી શિયાળાની શરૂઆત થઈ હોવા છતા લઘુત્તમ તાપમાનનો પારો ૧પ ડીગ્રી ઉપર રહેતા માત્ર ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જેમાંય વારંવાર હવામાનમાં થઈ રહેલા ફેરફારના પગલે શિયાળાની મૌસમ જામી રહી નથી રવિવારના દિવસભર આકાશમાં વાદળો છવાયેલા જાવા મળ્યા હત.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.