02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાતના ૨૮ લાખ ખેડૂતોના બેંક ખાતામાં ચાલુ સપ્તાહે મોદીની યોજનાનો બીજો હપ્તો આવશે

ગુજરાતના ૨૮ લાખ ખેડૂતોના બેંક ખાતામાં ચાલુ સપ્તાહે મોદીની યોજનાનો બીજો હપ્તો આવશે   16/04/2019

એકબાજુ હજારો ખેડૂતો પાક વીમાના દાવા માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતના ૨૮ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ. ૫૭૧ કરોડ ચૂકવી દીધા છે અને બીજા રૂ. ૫૭૧ કરોડ આ સપ્તાહે વહેંચી દેવામાં આવશે તેવુ જાણવા મળે છે. આ સબસીડી ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થઈ જશે. મોદી સરકારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વર્ષે ૬૦૦૦ આપવાનું વચન આપ્યું છે. સરકારે પ્રથમ હપ્તાના રૂ.૨૦૦૦ જમા કરી દીધા છે. ખેડૂતોના ખાતામાં અને હવે બીજા હપ્તાના ૨ - ૨ હજાર ૨૬મીએ મતદાન થાય એ પહેલા ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવાશે. પાક વીમાના દાવાને લઈને ખેડૂતો નારાજ છે ત્યારે રાજ્ય સરકાર નારાજ ગ્રામિણ મતદારો માટે અન્ય સ્ત્રોતથી રાહત આપી રહી છે. ૯૩ તાલુકા કે જ્યાં અછત જાહેર થઈ છે ત્યાં ખેડૂતો માટે રૂ. ૧૬૨૦ કરોડની સ્પે. ગ્રાન્ટ રીલીઝ કરી છે અને તેણે રૂ. ૨૦૪૬ કરોડ પાક વીમાના પણ આપ્યા છે.

Tags :