02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / છાપીમાં ટેન્કર બનાવતા કારખાનામાં કામ કરતા કર્મીનું વિજ કરંટથી મોત નીપજયું

છાપીમાં ટેન્કર બનાવતા કારખાનામાં કામ કરતા કર્મીનું વિજ કરંટથી મોત નીપજયું   24/04/2019

વિજ કરંટ લાગતાં પીડિત કર્મીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો : તબીબે મૃત જાહેર કર્યો
 
વડગામ તાલુકાના છાપી ખાતે એક ટેન્કર બનાવતા કારખાનામાં મંગળવારની રાત્રે વેલ્ડીંગનું કામ કરતા કર્મીનું અચાનક વિજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજતાં સહકર્મીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
 
‎સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ટાડાં બાગપત છપરોલીના રહેવાસી અને હાલમાં છાપી તાજનગરમાં રહી છાપી ખાતે ટેન્કર બનાવતા વસંત ફેબ્રિકેશન પ્રાઈવેટ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતા મુદસ્સર મુબારકઅલી પઠાણ( ઉ વ. ૨૮) મંગળવાર રાત્રે વેલડીગનું કામ કરતા હતા તે દરમિયાન અચાનક વિજ કરંટ લાગતાં તાત્કાલિક સારવાર અર્થે છાપીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જોકે વધુ સારવાર અર્થે વડગામ સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો વીજ કરંટને લઈ કારખાનામાં કામ કરતા કર્મીનું મોત નિપજતાં સહ કર્મીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ થતાં મૃતુકની પત્ની સહિત પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો દરમિયાન મૃતુકની લાશને અંતિમ ક્રિયા માટ મૃતુના વતન ઉત્તરપ્રદેશ લઈ જવા તજવીજ હાથ ધરી હતી ઘટનાને લઈ લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલમાં એકત્રિત થઈ ગયા હતા.

Tags :