આ ભારતીય ક્રિકેટર બન્યો દાયકાનો વિશ્વનો સૌથી સફળ બોલર, ગાંગુલીએ કર્યા ભરપેટ વખાણ

ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભલે છેલ્લા ૨ વર્ષોથી ટીમ ઈન્ડિયા માટે એકપણ વન ડે કે ટી૨૦ મેચ રમી ન હોય તેમ છતાં તે આ દશકનો ફક્ત ભારતીય ટીમનો જ નહીં પણ દુનિયાનો સૌથી સફળ બોલર બની ગયો છે.છેલ્લાં ૧૦ વર્ષોમાં તેણે ત્રણેય ફોર્મેટમાં મળીને ઈન્ટરનેશનલ મેચોમાં ૫૬૪ વિકેટ ઝડપી છે. જે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનથી ૨૯ વિકેટ વધારે છે. આ દર્શાવે છે કે તે કેટલો પ્રભાવશાળી છે અને તેની ફિરકી બોલિંગનો જાદૂ બેટ્સમેનો પર કેવી ચઢીને બોલે છે. અશ્વિને ૯ જુલાઈ ૨૦૧૭ બાદભારત માટે ફ્કત ટેસ્ટ મેચો જ રમી છે.તેણે ભારત માટે પોતાની અંતિમ વન ડે મેચ ૯૦ જૂન ૨૦૧૭ના રોડ વેસ્ટ ઈન્ડિઝ સામે, જ્યારે અંતિમ ટી૨૦ માટે મેચ ૯ જુલાઈ ૨૦૧૭ના રોજ વેસ્ટ ઈન્ડિઝની સામે કિંગસ્ટનમાં રમી હતી. ૧ જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી તે ૭૦ ટેસ્ટ મેચોમાં વિકેટ લઈ ચૂક્યો છે જે ભારત તરફથી સર્વાધિક છે. આ અવધિમાં તેણે ૧૧૧ વન ડેમાં ૧૫૦ વિકેટ લીધી છે.તેણે ભારત માટે પોતાની અંતિમ વન ડે મેચ ૯૦ જૂન ૨૦૧૭ના રોડ વેસ્ટ ઈન્ડિઝ સામે, જ્યારે અંતિમ ટી૨૦ માટે મેચ ૯ જુલાઈ ૨૦૧૭ના રોજ વેસ્ટ ઈન્ડિઝની સામે કિંગસ્ટનમાં રમી હતી. ૧ જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી તે ૭૦ ટેસ્ટ મેચોમાં વિકેટ લઈ ચૂક્યો છે જે ભારત તરફથી સર્વાધિક છે. આ અવધિમાં તેણે ૧૧૧ વન ડેમાં ૧૫૦ વિકેટ લીધી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.