02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી મૂર્તિ બનાવીશુંઃયોગી આદિત્યનાથ

ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી મૂર્તિ બનાવીશુંઃયોગી આદિત્યનાથ   08/11/2018

 
 સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી મૂર્તિ બનાવીશું યોગી અયોધ્યામાં સકારાત્મક વિકાસની સાથે આધ્યાત્મિક પ્રવૃતિઓ સાથે લોકોને જોડવામાં આવશે .જયારે સરયુ ઘાટ પર બે-ત્રણ જગ્યા જોઈ છે ત્યાં ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી દર્શનીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.    અયોધ્યામાં આજે બીજા દિવસે રામજન્મ ભૂમિ જઈ રામલલ્લાના દર્શન કર્યા હતા. તે અગાઉ યોગી હનુમાન ગઢી, દિગંબર અખાડા અને સરયુ ઘાટ પણ ગયા હતા. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા યોગીએ કહ્યું કે, અયોધ્યામાં જ રામ મંદિર હતું અને ક રહેશે. જેમાં બંધારણીય જોગવાઈ અનુસાર જ આ મંદિર બનાવવાનું કહેતા તેમણે કહ્યું કે, મુખ્ય મંદિરમાં ભગવાનની પૂજનીય મૂર્તિ હશે.  ઉત્તર પ્રદેશમાં રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે જ મંદિર હતું અને મંદિર રહેશે એમ જણાવતા મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ કહ્યું છે કે, બંધારણીય  મર્યાદામાં  રહીને રામ મંદિર બનાવી ભગવાન રામની પૂજનીય મૂર્તિ સ્થાપિત કરવા સાથે સરયુ નદીના કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી દર્શનીય ક મૂર્તિ બનાવવામાં આવશે. આ ઉપરાંત આગામી વર્ષોમાં અયોધ્યાની કાયાપલટ કરી વિશ્વની  શ્રેષ્ઠ નગરી બનાવવાનું યોગીએ કહ્યું છે.  

Tags :