હારીજ નર્સરી નજીક બે જીપ વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત

 હારીજ રાધનપુર હાઇવે પર નર્સરી પાસે રાત્રિના સુમારે જીરુ ભરેલી જીપ ઊંઝા તરફ જઈ રહી હતી અને હારીજ થી રાધનપુર તરફ જઈ રહેલી બોલેરો જીપ સામસામે ટકરાતા બોલેરો ચાલક સોઢવ નો યુવાન ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો. જ્યારે ધીરુ ભરેલા જીપડાલામાં બેઠેલા બે ખેડૂત અને ડ્રાઈવરને ઇજાગ્રસ્ત તથા 108 મારફતે ધારપુર રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
 
હારીજ તાલુકાના સોઢવ ગામના યુવાન રાવળ હસમુખભાઈ ઈશ્વરભાઈ ૪૩ હારીજ દૂધ શીત કેન્દ્રમા કોન્ટ્રાક્ટ માં મુકેલ બોલેરો જીપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. ગુરૂવારના રાત્રે ૧૧.૩૦ કલાકે બોલેરો જીપ નં. જીજે.૧૮એવી૧૬૬૫ લઇ રાધનપુર તરફ જઈ રહ્યો હતો.નર્સરી નજીક પહોંચતા સામે થી રાપર તાલુકાના રવ ગામનાં ખેડુતો જીપ ડાલા નં જીજે ૧૯ વી ૧૭૫૩ માં જીરુંની બોરીઓ ભરી ઊંઝા તરફ જઇ રહયા હતાં. ત્યારે સામસામે ટક્કર લાગી અકસ્માત સર્જાયો હતો.બન્ને જીપની ટક્કર લાગતા બોલેરો જીપના કૂર્ચા નીકળી ગયા હતાં.અને તેનો ચાલાક હસમુખભાઇ ઇશ્વરભાઇ રાવળને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.જ્યારે જીરું ની બોરી ભરેલી જીપનો આગળનો ભાગ તુટી ભાંગી પડી બન્ને જીપ એકબીજા સાથે ફસાઈ પડતા જે.સી.બી ની મદદ થી જીપો ને ખુલ્લી પાડી સાઈડમા કરવામાં આવી હતી.પીકઅપ ડાલાના ડ્રાઇવર અને રાપર તાલુકાના રવ ગામનાં બે ખેડૂત વાલાભા.ડી.રાજપૂત અને ખિમાભાઇ રાજપૂત ને ઈજાઓ થતા બાજુ નર્સરીમા રહેતાં લોકોએ જાણ કરતા 108 મારફતે ધારપુર સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતાં જ્યારે હારીજ પોલીસ ઘટના સ્થળે આવતા મૃતક ઢવ નો હોઇ ઓળખ થતા તેનાં પરિવાર જનોને જાણ કરવામા આવી હતી હારીજ રેફરલ ખાતે પી.એમ.કરવામા આવ્યુ હતુ.
 
મૃતક હસમુખ રાવળ ને એક પુત્ર બે દિકરીઓ ને ૨૪ ફેબ્રુઆરીના રોજ સોઢવ ગામે રાવળ સમાજનાં યોજાયેલા સમૂહલગ્નમાં લગન કરવામાં આવ્યા હતાં. લગ્નને એક માસનો સમય પણ નથી થયો ત્યાં પિતાજીની છત્રછાયા ગુમાવવાનો શોક વર્તાયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.