ખીમાણાની અસ્થિર મગજની મહીલાની હત્યાનો ૧પ વર્ષ જૂનો ભેદ ઉકેલાયો

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામની ઘરફોડ ચોરીમાં સંડોયેલ આરોપીની પુછપરછમાં એલ.સી.બી. પોલીસે ૧પ વર્ષ અગાઉ ખીમાણા ગામની ગરીબ અને અસ્થિર મગજની મહીલાના અપહરણ બાદ હત્યાનો ભેદ પણ ઉકેલ્યો હતો. 
એલ.સી.બી. પોલીસે બે માસ અગાઉ શિહોરી પો.સ્ટે.ના ખીમાણા ગામની રૂ.ર૦,૦૦,૦૦૦ ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને જેલ હવાલે કરેલ હતા જેમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો મુખ્ય સુત્રધાર વિઝુભા મણાજી રાઠોડને પણ અટક કરેલ અને તપાસ દરમિયાન એલ.સી.  બી. પી.આઈ. પી.એલ. વાઘેલાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આજથી પંદરેક વર્ષ પહેલા વિજુભા મણાજી રાઠોડ (રહે. મુડેઠા હાલ રહે. મહેસાણા) તથા ભીખીબેન પ્રકાશભાઈ પંચાલ (રહે.બાલવા) વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હોઈ અને આ બંનેએ પતિ પત્ની તરીકે સાથે રહી જીવન ગુજારવાની નક્કી કરી તેમના સાગરીતો ઝેણાજી ઉમેદજી પરમાર (ઠાકોર) તથા વખતસિંગ દેવચંદજી પરમાર (ઠાકોર) (બંને રહે.ખીમાણા) સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ રચી ભીખીબેન પ્રકાશભાઈ પંચાલની જગ્યાએ ખીમાણા ગામની અસ્થીર મગજની શારદાબેન ચોથાભાઈ રાવળને ભીખીબેન પ્રકાશભાઈ પંચાલ તરીકે ખપાવી તેણીની હત્યા કરી સળગાવી નાખવાની યોજના બનાવેલી તે યોજના મુજબ તા.૬/ર/ર૦૦પ ની રવિવારની રાત્રીના આશરે આઠ નવ વાગ્યાના સુમારે વીજુભા મણાજી રાઠોડ તથા ઝેણાજી ઉમેદજી પરમાર તથા વખસીંગ દેવચંદજી પરમારે શારદાબેનને ખીમાણા ગામની ડેરીના પાછળના ભાગેથી ઉપાડી વખતસિંગની ડી આઈ.જીપ  ગાડી (નં.જી. જે.૮.એફ.૧પ૬૩) માં મુકી ત્યાંથી બાલવા ગામે લઈ જઈ બાલવા ગામે પંચાલના વાડામાં શારદાબેનનું ગળુ વિજુભા મણાજીએ દબાવી મોત નિપજાવી અને ઝેણાજીએ તેને પકડી રાખેલ અને ભીખીબેનથી અગાઉ થયેલ યોજના મુજબ ભીખીબેન તેણીના સાસરીયાવાળા ઘરેથી રાત્રીના કોઈને કહ્યા વગર કેરોસીનનુ ડબલુ ભરેલું લઈ બાલવા ગથામે પંચાલના વાડામાં લઈ આવી વિજુભા મણાજીને આપતાં વિજુભાએ આ શારદાબેનનો ચહેરો ઓળખાય ના તે રીતે કેરોસીન મોઢાના ભાગે તથા શરીર ઉપર છાંટી સળગાવી દીધેલ અને તેની બાજુમાં કેરોસીનુ ડબલું તથા ભીખીબેન સાડી મુકી ખોટો પુરાવો ઉભો કરી ભાગી ગયેલ અને તે અંગે પાટણ તાલુકા પો.સ્ટે.માં ભીખીબેનના મોત બાબતે તેના પીયરીયાઓની ફરીયાદ આધારે પાટણ તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.ર૩/૦પ ઈ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪, મુજબનો ગુન્હો ભીખીબેનના સાસરીયા વિરૂધ્ધ દાખલ થયેલ જે બાબતે કોર્ટમાં કેસ ચાલેલ હતો. આમ એક ગરીબ કોમની અસ્થિર મગજની શારદાબેનના ખુનનો ભેદ પંદર વર્ષ પછી ઉકેલી આ અંગે શિહોરી પોલીસ સ્ટેશન ફ.ગુર.નં.૪૮/૧૯ ઈ.પી.કો. કલમ ૩૦ર, ર૦૧, ૧ર૦ બી, ૧૯૩, ૧૯૬ મુજબના ગુન્હાની ફરીયાદ પી.એલ.વાઘેલાએ જાહેર કરતાં આ ગુન્હાની તપાસ વાય.એમ.મીશ્રા, સી.પી.આઈ. (શિહોરી)એ સંભાળી આરોપીઓ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથી ધરેલ. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.