02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / રાજ્યભરમાં વહેલી સવારથી મેઘ સવારી, 3 દિવસમાં ભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં વહેલી સવારથી મેઘ સવારી, 3 દિવસમાં ભારે વરસાદની આગાહી   27/08/2019

અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.હવામાન વિભાગે 28 ઓગસ્ટ સુધી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 89.57 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

Tags :