થરાદના લવાણા નજીકથી અબોલ પાડા ભરેલી મીની આઈસર ટ્રક સાથે નવ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા પાલનપુરના પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળની સુચના તથા એ.એસ.પી. અજીત રાજયાણ થરાદના માર્ગદ ર્શન હેઠળ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં થરાદ પો.સ્ટે.ના પો.ઇન્સ જે.બી.આચાર્ય સાથે એ.એસ.આઇ. કાનજી ભાઇ સેધાભાઇ તથા એ.એસ. આઇ વિજયકુમાર કરશનભાઇ તથા પો.કો. દશરથભાઇ હિરાભાઇ તથા પો.કો. ઉમાજી ભારાજી તથા પો.કો.અરૂણભાઇ ધર્માભાઇ તથા પો.કો મહેબુખાન અનવરખાન વિ.પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક આઇસર ગાડી નં.જી.જે.૦ર.ઝેડ.ઝેડ-૦૩૮૬ તથા પીકઅપ ડાલા નં.જીજે.૦૮.વી.-૪પ૯૮માં ગે.કા.રીતે નાના મોટા પાડાઓ ભરી વારાથી બેવટા થઇ લવાણા થઇ અમદાવાદ તરફ કતલખાને લઇ જનાર છે. જે હકીકત આધારે લવાણા કળશ ગામે મોરથલ ત્રણ રસ્તા ઉપર વોચમાં હતા. દરમ્યાન આઇસર નં.જી.જે.૦ર. ઝેડ.ઝેડ-૦૩૮૬ તથા પીકપ ડાલા નં.જીજે.૦૮.વી.-૪પ૯૮ ની આવતા જે ગાડીઓમાં ગે.કા. અને વગર પાસ પરમીટે પાડા-પાડીઓ કુલ-૭૯ વારા થી અમદાવાદ કતલખાને લઇ જતાં જીવતા જીવ પાડા-૭૦ કી.રૂ. ૧૦૫૦૦૦  તથા મૃત પાડા - ૯ સાથે પકડાઇ જઇ તેમના કબ્જાના વાહનોમાં આ અબોલ પશુઓને દોરડાથી બાંધી ઘાસચારાની કે પાણીની કે પ્રાથમિક  સુવિધા સગવડ ન રાખી વાહનોમાં ઉપરાછાપરી શ્વાસ રૂંધાય તે રીતે ખીચો-ખીચ ભરી અને પાડા કતલખાને લઇ જતા દુઃખ ભરી સ્થિતિમાં રાખેલા મળી આવતા આરોપી મહેબુબ ખાન નુરખાન જાતે મોગલ મુસલમાન રહે.વરવાડા તા.ઉંઝા તથા જલેખાન પીરેખાન સિપાઇ તથા પપ્પુખાન આરબખાન સિપાઇ તથા શોકતખાન માંગેખાન સિપાઇ તથા અબ્બાસભાઇ સુમારખાન સિપાઇ તથા ગલેખાન હસનખાન સિપાઇ તથા હજુરખાન કાળુખાન સિપાઇ તથા ભલેખાન કાળુખાન સિપાઇ રહે. વારા તા. થરાદને પકડી પાડેલ અને થરાદ પો.સ્ટે. સે.૦૪/૨૦૧૯ પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાના કાયદાની કલમ ૧૧ ડી.ઈ.એફ.કે. તથા મુંબઇ પશુ સંરક્ષણ અધનિયમની કલમ ૫,૮ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.