બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી ખનીઝ ચોરી કરી ડમ્પરો રાતોરાત રેતી ભરી જતા રહેતા હતા. જેની બાતમી મળતા આજરોજ ખાણ ખનીઝ વિભાગે રેડ કરી ત્રણ કરોડ થી વધુ જથ્થો ઝડપી પડતા રોયલ્ટી ની ચોરી કરતા તત્વો ભૂગર્ભ માં જતા રહેવા પામ્યા હતા.
મળતી માહિતી મુજબ બનાસ નદીમાં ખનીઝ ચોરીનું કૌભાંડ છેલ્લા કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું જેની જાણ થતાં બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીઝ વિભાગે આકસ્મિક રેડ કરતા બનાસ નદીમાં રેતી ભરવા આવેલા ૧૫ જેટલા ડમ્પરો તથા બે હિટાચી મશીન તથા ૨૫ લાખની ખનીઝ ચોરી સહિત ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ડીસા રૂરલ પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે જુનાડીસા રાજપુર સદરપુર લૂંણપુર બનાસ નદીમાંથી ટ્રેક્ટરો તથા ડમ્પરો લાખો રૂપિયાની ખનીઝ ચોરી કરી રાત દિવસ જઇ રહ્યા છે. પરંતુ ભૂસ્તર શાસ્ત્રી તથા ખાણ ખનીઝ વિભાગ દ્વારા આકસ્મિક રેડ કરી વાહનો જડપવામાં આવે તેવી જન માંગ છે.