શામળાજી નજીકથી નશામાં ચકચૂર એસ.ટી.બસ ચાલકની ધરપકડ કરાઈ

મોડાસા : ગુજરાત એસટી તંત્રમાં જાણે 'દારૂ ઢીચો અને બસ હંકારો "નો નવો કોઈ અઘોષિત કાયદો અમલમાં આવું ગયો હોય તેમ અરવલ્લી જિલ્લામાં  આજે બનેલા બનાવ સાથે થોડાક દિવસોના અંતરે  નશામાં ચકચૂર બની બસોમાં  ફરજ બજાવતા બે જુદા જુદા દારૂ પીધેલ હાલતમાં  બે કર્મચારીઓ મળી આવ્યાના કિસ્સા પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.જિલ્લામાં અને રાજ્યમાં આ કિસ્સા ટોક ઓફ ધી ટાઉન બની રહ્યા છે!! હજુ તાજેતરમાં જ શામળાજી નજીક બસનો કન્ડક્ટર નશામાં મદબહોશ હાલતમાં ઝડપાયો હતો તેના સમાચારની શાહી તો હજુ સુકાઈ નથી ત્યાં આજરોજ અરવલ્લી જિલ્લામાં એસટી ડ્રાઈવર  પીધેલી હાલતમાં બસ હંકારતા  બસના મુસાફરોએ તેને પોલીસને સોંપ્યો હતો.
 ઢેકવા-હિંમતનગર બસનો ડ્રાઈવર દારૂ નશામાં ચૂર થઈને બસ હંકારતા અને બસ આમથી તેમ જતા બસ ઉપરનો કાબુ ગુમાવે તે  પહેલાં બસમાં મુસાફરી કરી રહેલા ૩૦ થી વધુ ઉતારુઓએ બુમાબુમ કરી મૂકી હતી અને બધાના જીવ પડીકે બંધાઈ ગયા હતાં એ સમયે તત્કાળ બસના ચાલકની પાસે જઈને મેઘરજ નજીક   બસ ઉભી રખાવીને તેને   મુસાફરોએ  બસના સ્ટિયરિંગ પરથી ઉતારી દીધો હતો અને પોલીસને સોંપી  દીધો હતો. 
ખૂબ જ શરમજનક આવી ઘટનાઓએ એસટી બસમાં મુસાફરી કરતા ગ્રામીણ વિસ્તારના પેસેન્જરોમાં હવે ભય અને અસલામતીની લાગણી પ્રસરી જતા એસટીની આવી જોખમી સફર છોડીને  ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે!!! દારૂબંધીનાં ગુજરાતમાં અને એસટી નિગમની સરકારની બસોમાં જ તેના કર્મચારીઓ નશો કરી,મુસાફરોની જિન્દગીઓ જોખમમાં મુકતા હોય પછી જ્યાં વાડ જ ચિભડા ગળે ત્યાં કોનો ભરીસો કરવો એ જ જનતાને સમજાતું નથી!!,લાગતા વળગતા તંત્રોએ એસટી તેમજ પોલીસે દારૂબંધી વાળા ગુજરાતની બદતર બનતી જતી હાલત રોકવા પરિણામ લક્ષી કડક પગલાં લેવાનો સમય પાકી હવે ગયો છે ત્યારે સરકાર કેટલી ગંભીરતા દાખવે છે તે જોવું રહ્યું!!!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.