ચંદ્રયાનનો સંપર્ક તૂટ્યો, વડાપ્રધાનને ગળે મળીને ઈસરો ચીફ રડી પડ્યા, મોદીએ કહ્યું ભારત તમારી સાથે છે

 
ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરે તેની અમુક સેકન્ડ પહેલાં જ યાનનો ઈસરો સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરો કાર્યાલયમાં હાજર હતા. ત્યારપછી સવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે બેંગલુરુમાં આવેલા ઈસરો મુખ્યાલય પહોંચ્યા હતા.
વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા પછી જ્યારે વડાપ્રધાન મોદી ઈસરો મુખ્યાલયથી નીકળ્યા ત્યારે ઈસરો ચીફ કે.સિવન પીએમ મોદીને ગળે લાગીને રોવા લાગ્યા હતા. પીએમ મોદીએ પણ તેમને એક નાના બાળકની જેમ ગળે લગાવીને તેમની પઠ થપથપાવીને સિવનની હિંમત વધારી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે ચોક્કસ સફળ થઈશું. આ મિશનના આગામી પ્રયત્નમાં અને ત્યારપછીના પણ દરેક પ્રયત્નમાં સફળતા આપણી સાથે રહેશે. પીએમએ કહ્યું કે, દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કઈક નવું શીખવાડે છે. અમુક નવી શોધખોળ, નવી ટેક્નોલોજી માટે પ્રેરણા આપે છે અને તેનાથી જ આપણી આગામી સફળતા નક્કી થાય છે. જ્ઞાનનો સૌથી મોટો કોઈ શિક્ષક હોય તો તે છે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કદી નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગ અને પ્રયત્નો હોય છે.
પીએમ મોદીએ કહ્યું, હું દરેક અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારોને પણ સલામ કરું છું. તેઓ મૌન રહીને પણ તમને ખૂબ મહત્વનું સમર્થન આપે છે. આપણે અસફળ હોઈ શકીએ છીએ પરંતુ તેનાથી આપણાં જોશ અને ઉત્સાહમાં ઘટાડો નહીં થાય. આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું. સમગ્ર ભારત દેશ તમારી સાથે છે. તમે બધા મહાન પ્રોફેશનલમાં છો. તમે દેશની પ્રગતિ માટે તમારી સંપૂર્ણ જીવન આપી દીધું અને દેશના નાગરિકોને ગર્વનો અનુભવ કરાવવા માટે ઘણી તક આપી છે.મિત્રો હું કાલ રાતની તમારી મનોસ્થિતિ સમજી શકું છું. તમારી આંખો ઘણું બધુ કહી રહી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું સમજી શકતો હતો. હું વધારે સમય તમારી વચ્ચે ન રહી શક્યો. ઘણી રાતોથી તમે ઉંઘ્યા નથી. તમે છતાં મને થયું કે, સવારે હું તમને બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલા દરેક વ્યક્તિ હાલ એક અલગ જ અવસ્થામાં છે. બહુ સવાલો છે તમારા મનમાં. ખૂબ સફળતા સાથે આગળ વધતા ગયા અને અચાનક બધુ દેખાતુ બંધ થઈ ગયું. મેં પણ આ ક્ષણો તમારી સાથે જીવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.