02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / વલસાડઃ રુબેલાની રસી આપ્યા બાદ 5 વર્ષની બાળકીનું મોત

વલસાડઃ રુબેલાની રસી આપ્યા બાદ 5 વર્ષની બાળકીનું મોત   06/08/2018

 
 
ફરી એક વાર રુબેલા રસીનો વિવાદ સામે આવ્યો છે.વલસાડના સરોણ ગામે રુબેલા રસીકરણએ એક બાળકીનો લીધો ભોગ લીધો છે તેવો પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે.વલસાડમાં હાલ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જે પૈકી વલસાડના સરોણ ગામે રુબેલા રસી મુક્યા બાદ 5 વર્ષની એક બાળકીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. જ્યાં 4 દિવસ સતત તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકીએ દમ તોડી દેતા પરિવારજનોએ આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યો છે કે રુબેલા રસી મુક્યા બાદ જ બાળકીનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ વલસાડના નંદાવલા ગામે રસી મુક્યા બાદ 4 બાળકોની તબિયત લથડી પડતા ફફડાટ ફેલાયો છે.
 
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 16 જુલાઈથી 28 ઓગષ્ટ સુધી રુબેલા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં 9 માસથી લઈને 16 વર્ષ સુધીના બાળકોને રસીકરણ થઈ રહ્યું છે. જેના થોડા દિવસ પેહલા વલસાડમાં જ એક બાળકને રસી આપ્યા બાદ તાવ ચઢી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ 4 દિવસ પૂર્વે વલસાડના સરોણગામે બંસી મિતેષ નાયકાને સ્કૂલમાં રસી આપ્યા બાદ તે તાવમાં સપડાઈ હતી.
 
જેને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 4 દિવસ સારવાર આપ્યા બાદ બાળકીએ દમ તોડી દેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક બાળકીના પરિવારનો આક્ષેપ હતો કે રુબેલા રસી મુક્યા બાદ જ બાળકી તાવમાં સપડાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કર્યા બાદ કોઈ બાળકોની દરકાર લેતું ન હોવાનો પણ આક્ષેપ તેમને કર્યો હતો.
 
બીજી તરફ આજે વલસાડના નંદાવલા ગામે રુબેલા રસી કરણ બાદ 4 બાળકોની તબિયત લથડી પડતા એકને વલસાડની લોટ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેમના પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનિય છે કે જિલ્લામાં કુલ 5 લાખ 23 હજાર 223 બાળકોને રુબેલા રસીકરણ કરવામાં આવનાર હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી હતી. ત્યારે આજે એક બાળકીના મોતની ખબરને લઈને ભારે ફફડાટ ફેલાયો છે.

Tags :