02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ ખાતે ઝોનલ ઓફિસર અને સેકટર ઓફિસરને ઇવીએમ/વીવીપેટ અને ચૂંટણી વૈજ્ઞાનિક જોગવાઇ અંગેની તાલીમ અપાઇ

પાટણ ખાતે ઝોનલ ઓફિસર અને સેકટર ઓફિસરને ઇવીએમ/વીવીપેટ અને ચૂંટણી વૈજ્ઞાનિક જોગવાઇ અંગેની તાલીમ અપાઇ   01/03/2019

 
 
 
 
 
                                       પાટણ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ અંતર્ગતઝોનલ ઓફિસર અને સેકટર ઓફિસરનો ઇવીએમ/વીવીપેટ અને ચૂંટણી વૈધાનિક જોગવાઇ અંગેનોતાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ જિલ્લા ચૂટંણી અધિકારી મુકેશભાઇ પટેલ અને મયુરભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. 
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઇ.વી.એમ., વી. વી.પેટ અને ચૂંટણી વૈધાનિક તાલીમ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં ઘણીજ ઉપયોગી બની રહેશે. ચૂંટણી પ્રક્રિયા અગાઉ જરૂરી સૂચનાનો પુરેપુરો અભ્યાસ કરી ચૂંટણી વખતે સૂચનાઓનું પાલન થાય તે જરૂરી છે.લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયામાં એમ.પી.-૩ પ્રકારના નવા વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. જેની પુરેપુરી જાણકારી તેમજ માર્ગદર્શન મેળવી લેવા જણાવ્યું હતું.ઇ.વી.એમ.તેમજ વી. વી.પેટના મુજવતા પ્રશ્નો રજુ કરી તેનું માર્ગદર્શન મેળવી લેવા જણાવ્યું હતું. નાની નાની ભૂલો મોટી સમસ્યોઓ બની જાય છે. જે માટે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી ઇ.સી.ના નિયમો મુજબ યોજાય જેની ખાસ કાળજી રાખવા સુચવ્યું હતું. 
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલે વૈધાનિક જોગવાઇઓ અંગેનું પ્રેઝેન્ટેશન રજુ કરી ઝોનલ ઓફિસર અને સેકટર ઓફિસરને ચૂંટણી પ્રક્રિયા પહેલાની જવાબદારી અને ચૂંટણી પ્રક્રિયા અંગે કરવાની થતી કામગીરી તેમજ આદર્શ આચારસહિંતાનું પાલન અને મોકપોલ તેમજ સીલીંગની જાણકારી અને માર્ગદર્શન પુરૂ પાડ્‌યુ હતું અને રજુ કરેલ પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. 
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સ્ટેટ માસ્ટર ટ્રેનર મયુરભાઇ ઠક્કરે પ્રેઝેન્ટેશન તથા ડેમોટ્રેશન દ્વારા ઇ.વી.એમ. અને વી.વી.પેટ યુનિટની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ઝોનલ ઓફિસર, સેકટર ઓફિસર, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :