02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં ગટરમાં ફસાયેલા નંદીને સલામત બહાર કાઢયો

રાધનપુરમાં ગટરમાં ફસાયેલા નંદીને સલામત બહાર કાઢયો   18/12/2018

 

       

 
              રાધનપુરમાં રવિવારે હાઇવે ઉપર ગટરમાં નંદી ફસાઈ જવા પામ્યો હતો,જે બાબતની જાણકારી ગૌપ્રેમીઓને થતા તાત્કાલિક ક્રેઈન મંગાવીને ગૌપ્રેમીઓએ ભેગા મળીને મહામહેનતે નંદીને સલામત રીતે બહાર કાઢીને જીવતદાન આપ્યું હતું.નેશનલ હાઇવે ઓથોરિટી દવારા બનાવવામાં આવેલી ગટર કોઈ દિવસ સફાઈ થતી ના હોવાથી અને ચિક્કાર કીચડથી ખદબદ હોવાથી ગૌપ્રેમીઓને નંદીને બહાર કાઢવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.અગાઉ ગત રવિવારે પણ એક ગાય આ ગટરમાં પડી જવાથી ફસાઈ જવા પાણી હતી અને ગૌપ્રેમીઓએ તેને મહામહેનતે બહાર કાઢી હતી.ભાભર ત્રણ રસ્તાથી હાઇવે ચાર રસ્તા સુધી આ ગટર કીચડથી ભરેલી છે,અને નેશનલ હાઇવે ઓથોરિટી દવારા સાફ પણ કરવામાં આવતી ના હોવાથી અવાર-નવાર આવા દયાજનક કિસ્સા બનતા રહે છે. આ નંદીને કાઢવા માટે ગૌપ્રેમીઓ પપ્પુભાઈ ઠક્કર,મહેશભાઈ ઠાકોર,ગોપાલભાઈ પંચાલ તેમજ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Tags :