02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / રાધનપુરની ઈગ્લીંશ મિડિયમ સ્કૂલના ર૧મા વાર્ષિકોત્સવની ઉજવણી

રાધનપુરની ઈગ્લીંશ મિડિયમ સ્કૂલના ર૧મા વાર્ષિકોત્સવની ઉજવણી   09/02/2019

 
 
 
 
 
                                         “હિંમત વિદ્યાનગર” Âસ્થત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ-રાધનપુર કે.ડી.ઠક્કર બાપા ઈગ્લીંશ મિડિયમ સ્કૂલમાં તા.૦૩/૦ર/ર૦૧૯ ને સોમવારના રોજ ર૧માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રોગ્રામને પ્રોત્સાહિત કરવા ઉદ્‌ઘાટક તરીકે ર્ડા.ગોવિંદભાઈ ઠાકોર, મહેમાન મનુભાઈ ડી.ઠક્કર મુખ્ય વિશેષ ઉપÂસ્થતમાં નર્મદાબેન ઠક્કર, મણીભાઈ ઠક્કર, અરવિંદભાઈ કે. ઠક્કર તેમનો કિંમતી સમય કાઢી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. શ્રી હિંમત વિદ્યાનગરના પ્રમુખ ર્ડા.મહેશભાઈ મુલાણી, ટ્રસ્ટી ક્રિષ્નાબેન મુલાણી, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ કે.ઠક્કર, ટ્રસ્ટી રમેશભાઈ ઠક્કર, ટ્રસ્ટી ચુનીભાઈ ઠક્કર અને અનેક રાધનપુરના મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.
પ્રોગ્રામની શરૂઆત દિપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ સુંદર કૃતિઓની પ્રસ્તૃતિ કરવામાં આવી. ર૦૧૯ ના આ પ્રોગ્રામને “કે.ડી.દિવાને” નામ આપવામાં આવ્યું.
આ તમામ પ્રોગ્રામની પસંદગી પ્રિÂન્સપાલ મિત્તલબેન પટેલ અને વા.પ્રિÂન્સપાલ શિલ્પાબેન દ્વારા કરવામાં આવી. આ પ્રોગ્રામને સફળ બનાવવાનું મેનેજમેન્ટ દિપકભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની સંપૂર્ણ કોરીયોગ્રાફી સુપરવાઈઝર ધરતીબેન ઠક્કર અને રીનાબેન ઠક્કર તથા સ્ટાફની તમામ શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવી. પ્રમુખ મહેશભાઈ તથા કેટલાય ઉપÂસ્થત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષિકા બહેનોને ઈનામ જાહેર કરવામાં આવ્યું.
કાર્યક્રમની તમામ કૃતિઓમાં દેશના સૈનિકોને સમર્પિત વંદે માતરમ અને પિતા પુત્રીની લાગણી વ્યક્ત કરતા ભાર વિનાનું ભણતર આ ત્રણ કાર્યક્રમો એ લોકોનું દિલ જીતી લીધુ. તમામ કાર્યક્રમની ખુબ જ સફળતા પૂર્વક પ્રસ્તુતી રહી.

Tags :