02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરમાં મોબાઈલે યુવકનો ભોગ લીધો, બાઇક વિજપોલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત

પાલનપુરમાં મોબાઈલે યુવકનો ભોગ લીધો, બાઇક વિજપોલ સાથે ટકરાતા સર્જાયો અકસ્માત   15/03/2019

 
ચાલુ મોબાઈલ સાથે ડ્રાઇવિંગ કરનારાઓ માટે લાલબત્તી સમો બનાવ.
 
ચાલુ મોબાઈલ સાથે વાહન ડ્રાઇવિંગ કરતા ચાલકો માટે લાલબત્તી સમો બનાવ સામે આવ્યો છે. જેમાં પાલનપુર શહેરના માલણ દરવાજા પાસેથી પુર ઝડપે પસાર થઈ રહેલ એક બાઇક ચાલકે ચાલુ બાઇકે મોબાઈલ પર વાતચીત કરતા  સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક રોડ સાઈડના વિજપોલ સાથે ટકરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનુ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
 
પાલનપુરના ગઠામણ દરવાજા નજીક રહેતો 30 વર્ષીય યુવક કીર્તિભાઈ પ્રહલાદભાઈ ઓડ શુક્રવારના બપોરના સમયે બાઇક લઈને શહેરના માલણ દરવાજા પાસે આવેલ પોલીટેકનીક  નજીક પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન બાઈક ચાલક યુવક ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાતચીત કરતા તેને સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડ સાઇડના વિજપોલ અને દીવાલ સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે આજુબાજુ થી લોકો  ઉમટી પડ્યા હતા અને 108 ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ દોડી આવી હતી અને યુવકને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
 
જોકે, અકસ્માત સ્થળે યુવક બાઇક ઉપર જ પટકાયેલો  હતો. જ્યારે મોબાઈલ 50 ફૂટ દૂર ફંગોળાયેલો મળી આવ્યો હતો. ઘટનાસ્થળે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ચાલુ બાઇકે મોબાઈલ પર વાતચીત કરવાના કારણે અકસ્માત સર્જાયો હતો.

Tags :