02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠા બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાંથી ચૂંટણી લડશે ?

બનાસકાંઠા બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાંથી ચૂંટણી લડશે ?   01/04/2019

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઈતર સમાજની ઉપેક્ષા કરાતા શંકરસિંહને ચૂંટણી લડાવાનો વ્યુહ 
 
બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૌધરી સમાજના પરબતભાઈ પટેલને ટીકીટ અપાઈ છે. તો સામે કોંગ્રેસ દ્વારા પણ એજ સમાજના પરથીભાઈ ભટોળને ટીકીટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. જેના કારણે ઈતર સમાજમાં આ બંને પક્ષો તરફી નારાજગીનો સુર ઉઠ્યો છે. અને સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે ઈતર સમાજના કેટલાક આગેવાનોએ બનાસકાંઠાની બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવા વિનંતી કરી છે. આજે તેઓ કદાચ એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાએ જાર પકડ્યું છે. 
બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારની પસંદગીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભારે ગડમથલ ચાલી રહી હતી. જાકે, ભાજપે આ વખતે હરીભાઈ ચૌધરીને ટીકીટ ના આપી તેમના જ સમાજના અને હાલના થરાદના વર્તમાન ધારાસભ્ય પરબતભાઈ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.જ્યારે કોંગ્રેસ પણ પરબતભાઈની સામે ચૌધરી સમાજનાજ અને બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળને ચૂંટણી જંગમાં ઉતારે તેવી જીલ્લાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આમ મોટા સમાજને પ્રાધાન્ય આપી ઈતર સમાજની ઉપેક્ષા કરાતા બંને પક્ષો પ્રત્યે નારાજગી છવાઈ છે. 
આ કારણથી ઈતર સમાજના કેટલાક આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે. જાણવા મળ્યા મુજબ શંકરસિંહ વાઘેલાએ આ વિનંતી સ્વીકારી એનસીપીમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કદાચ આજે તેની જાહેરાત થઈ શકે છે. આમ બનાસકાંઠા બેઠક ઉપર એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે તેવી ચર્ચાને પગલે જીલ્લાનું તો ઠીક પણ સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. 

Tags :