ભાભરના બરવાળા ગામની દૂધ મંડળી બે મહિનાથી તાળાં ઃ પગાર ના ચુકવાતાં પશુપાલકોનો હોબાળો

 ભાભર :  ભાભર તાલુકાના બરવાળા ગામ ની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં દૈનિક ૨૭૦૦ લીટર દૂધ ભરાવતા ૨૦૦ ગ્રાહકો ચેરમેન અને મંત્રીના ગેરરિતીને લઇને છેલ્લા બે મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા તટસ્થ તપાસ કરી  કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવા માંગ ઉઠી છે. ભાભર તાલુકાના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં સતત ત્રણ વર્ષથી ખેતી ઉત્પાદન નબળુ જોવા મળી રહ્યો છે. ત્યારે બરવાળા ગામ ના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે.બરવાળા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેર વહીવટના કારણે છેલ્લા બે માસથી વધુ સમયથી દૂધ ડેરી બંધ પડી છે. ડેરી ચાર લાખના નુકસાનમાં હોવાનો આક્ષેપ છે.ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને એક મહિનાનો દૂધ નો પગાર ડેરી દ્વારા ચૂકવવામાં ન આવતા જવાબદારો સામે દૂધ ઉત્પાદકોની રોષનીલાગણી ફેલાઇ છે.આજે દૂધ ડેરીમાં મીટીંગ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. મિટિંગમાં બનાસડેરીના વિસ્તરણ અધિકારી રેવાભાઇ પટેલ અને સુપરવાઇઝર અનુરૂધસિહ વાઘેલાની હાજરીમાં હોબાળો થયો હતો.મોટાભાગના લોકો ચેરમેન સામે ભષ્ટાચારના આક્ષેપ કરતા હતા.ચેરમેન મિટિંગમાં ગેરહાજર રહેતા તેઓ સામે વધુ આક્ષેપ થયા હતા. બે મહિનાથી ડેરી બંધ રહેતા પશુપાલકો આજુબાજુ આવેલા ગામો ભોડાળીયા મલીપુરા અને ભીમબોરડી દૂધ ડેરીમાં દૂધ ભરાવા જાય છે. દૂધ નો પગાર અને ભાવ વધારો  ચાઉ કરનાર જવાબદારો સામે પગલાં ભરવા અને તાત્કાલિક ધોરણે ડેરી  ચાલુ કરવા પશુપાલકોની માંગ ઊઠી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.