માએ પતિની લાંબી ઉંમર માટે રાખ્યું'તું વ્રત, મોત કરતી હતી બાળકોનો પીછો- બંનેને એક ઝાટકે ખેંચી લીધા

 
જોરદાર આંધીને કારણે કરન્ટ પ્રવાહિત હાઇટેન્શન તાર નીચે પડી ગયો. જેના કારણે પાસે રમી રહેલા બાળકોમાં દોડાદોડી થઈ ગઈ. ભાગવાના ચક્કરમાં એક બાળક તેની ઝપટમાં આવી ગયું. જેને છોડાવવા ગયેલી તેની બહેનને પણ કરન્ટે પોતાની ઝપટમાં લઈ લીધી. દાઝી જવાના કારણે બંનેના મોત થયા.
 
મામલો બંદયા પોલીસ સ્ટેશનની હદના દધપી ગામનો છે. મૃતકોમાં વિમેલેશ સિંહના 10 વર્ષીય પુત્ર બાદલ કુમાર તથા 8 વર્ષીય દીકરી ખુશી કુમારી સામેલ છે. ઘટના ગામની પ્રાથમિક સ્કૂલની પાસે મેદાનમાં ઘટી. ઘટના બાદ ગ્રામીણોએ ઇલેક્ટ્રીસિટી વિભાગની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. સૂચના મળતાં ગોહના પૂર્વ ધારાસભ્ય રણવિજય સિંહ, સ્થાનિક બીડીઓ સંજય પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યારબાદ લોકોને સમજાવીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઓરંગાબાદ મોકલાયા.
 
મૃતકોની માતા રેણૂ દેવી પોતાના સુહાગની લાંબી ઉંમરની કામના કરવા વ્રત રાખતી હતી. જેથી તે ઘરમાં આરામ કરી રહી હતી. બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. આ દરમિયાન જોરદાર આંધી ચાલી. તે સમયે જ હાઇટેન્શન વાયર તૂટીને જમીન પર પડી ગયો. ત્યારબાદ બાળકોમાં દોડાદોડી થઈ ગઈ. ભાગવાના ચક્કરમાં મોટો ભાઈ તારમાં ફસાઈને જમીન પર પડી ગયો. ભાગી રહેલી બહેન ભાઈને પડેલો જોઈ તેને ઉઠાડવા દોડી. કરન્ટના કારણે દાઝી જતા બંનેના મોત થયા.
 
વિમલેશન સિંહ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સ્કૂલમાં ભણાવવા માગતો હતો. પરંતુ તેની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તે ખૂબ જ નાનો ખેડૂત છે. તેની આવકથી બાળકોને સારી સ્કૂલમાં નહોતો ભણાવી શકતો. જેથી તેના બાળકો સરકારી પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હતા. પરંતુ આ વાત તેને ખૂબ જ ખટકતી હતી. તે બાળકોને આવતા વર્ષે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટે ત્રણ મહિના પહેલા જ દિલ્હીમાં નોકરી કરવા ચાલ્યો ગયો હતો. આ વાત તેની પત્ની રેણૂ ધ્રૂસકે-ધ્રૂસકે રડીને કહી રહી હતી.
 
ગામ લોકોએ પીડિત પરિવારને 40 લાખનું વળતાર તથા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ લઈને હોબાળો શરૂ કરી દીધો. ગોહના પૂર્વ ધારાસભ્ય તથા બીડીઓએ ચાર-ચાર લાખ વળતર અપાવવાનું આશ્વાસન આપી તેમને સમજાવી શાંત કર્યા. બીડીઓએ 20-20 હજાર રુપિયાના ચેક આપ્યા.
 
બીડીઓ સંજય પાઠકે જણાવ્યું કે 20-20 હજાર રૂપિયા આર્થિક મદદ કરવામાં આવી છે. જો પીડિત પરિવાર ઇલેક્ટ્રીસીટી વિભાગ સામે વળતરનો દાવો કરશે તો 4-4 લાખનું વળતર મળી શકે છે. પ્રશાસન તેમાં મદદ કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.