ભાભર એસબીઆઈના એક ગ્રાહકના રૂપિયા ચાલીસ હજાર બારોબાર બિહારના એટીએમમાંથી ઉપડી ગયા

ગ્રાહકને કોઈ ફોન કે મેસેજ આવ્યા વગર બેન્કમાંથી કેવી રીતે થયું ચીટીંગ ચર્ચાતો પ્રશ્ન
 
     ઓનલાઈન ચીટિંગ કરતી ગેંગ સક્રિય બની છે . હવે બેંકો પણ રહી નથી ચિટરોથી સુરક્ષિત ભાભરના એક ગ્રાહકના રૂપિયા 40000 બારોબાર ઉપડી જતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. ભાભરના વેપારી મહેન્દ્રભાઈ મફતલાલ કોઠારી નું ભાભર એસબીઆઈમાં ઘણા સમયથી બચત ખાતું ચાલતું હતું. આ ખાતામાં રૂપિયા 46600 જમા હતા.પરંતુ તાજેતરમાં રૂપિયા 20000+20000 એમ કુલ ૪૦ હજાર ઉપડ્યાનો તેમના મોબાઈલમાં મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓના મોબાઈલ ઉપર આ બાબતે  અગાઉ કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો અને કોઈ ગુપ્ત માહિતી આપી ન હતી છતાં 40000 બારોબાર ઉપડી જતા તેઓએ ભાભર પોલીસને જાણ કરી હતી. તેમજ એટીએમમાં જઈ કાર્ડ પણ બંધ કરાવ્યું હતું. જિલ્લાના સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ બાબતે ભાભર એસબીઆઈ શાખામા  જઈ  તપાસ કરતા અને સ્ટેટમેન્ટ કઢાવતા તેમના ખાતામાંથી બિહારના ચોહોટી ખાજરપુરના ભાગલપુરના એટીએમમાંથી કોઈ ચીટરે ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું.તેઓએ કોઈપણ માહિતી કે મેસેજ ન મોકલેલ હોવા છતાં બેંકમાંથી  કેવી રીતે પૈસા ઉપડ્યા અને આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો હોવાથી ખુદ બેંક કર્મીઓ પણ ચોંકી ઉઠયા હતા.
        આ બાબતે છેતરપિંડીનો ભોગ બનનાર મહેન્દ્રભાઈ કોઠારીને પૂછતા જણાવેલ કે મારા ખાતાની મોબાઈલ દ્વારા કોઈપણ માહિતી મેં કોઈને આપી નથી હું એક શિક્ષિત અને  અને જાગૃત ગ્રાહક છું. આ ચીટીંગ કેવી રીતે થયું તે કહેવું મુશ્કેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.