દૂધ વાહનના ચાલક અને કલીનર દ્વારા મંડળીનું દૂધ વેચવાના ધંધાનો પર્દાફાશ

રખેવાળ ન્યુઝ થરાદ : ૨૪ વર્ષથી નોકરી કરતા થરાદના ચુડમેરની દુધ મંડળીના મંત્રી હેમજીભાઈ માનસંગભાઈ પટેલ ઉં.વ.૪૦ નાએ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દુધ મંડળીનું દુધ સવાર સાંજ બનાસ ડેરી પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં બંન્ને ટાઇમ દુધ લેવા આવતી કોન્ટ્રાક રાખેલ રૂટ નંબર ૧૫ ની આઇસર મીની ટ્રકમાં મોકલીએ છીએ. જો કે તેમની દુધ મંડળીથી મોકલાતા દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરી હતી. તેમજ તેમના રૂટના બીજા મંત્રીઓને પુછપરછ કરતાં પ્રતાપપુરા દુધ મંડળીના મંત્રી પટેલ માવજીભાઈ પરબતભાઈ તથા મહાદેવપુરા દુધ મંડળીના મંત્રી વજેશીભાઈ ખેંગારભાઈ પટેલે પણ આ જ પ્રકારની વાત કરી હતી. આથી તેઓએ આ બાબતે તપાસ કરવાનું નક્કી કરી રૂટની ગાડીની વોચ કરી હતી. તો આ કોન્ટ્રાક્ટ રાખેલ રૂટની ગાડીના થરાદ તાલુકાના ડ્રાઈવર શીવાભાઈ ધેગાભાઇ તથા કંડકટર સુરેશભાઈ બંને જણા મળીને તેમના રૂટમાં આવતા કેનમાંથી થોડું થોડું દુધ ખાલી કેનોમાં લઇ થરાદ કેનાલ ઉપર ચુડમેર અને ઢીમા પુલ વચ્ચે ટ્રક ઊભી રાખી આ ચોરી કરેલ દુધ ભરેલાં કેન પ્રજાપતિ છગનભાઈ ગોવિંદભાઈ રહે. ઉચપાને અતુલ છકડો રિક્ષામાં વેચતા હોવાની હકીકત જાણવા મળી હતી. આથી મંડળીના મંત્રીએ ગુરુવારસાંજે દુધ લેવા આવેલી રૂટની ટ્રકમાં ૨૬ કેન ભરાવી રવાના કર્યા બાદ ગામના નટવરભાઇ દેવજીભાઈ વરણ રહે.ચુડમેર મળીને પાછળ પાછળ ગયા હતા. દરમ્યાન પોણા નવ વાગ્યાના સુમારે એ આઇસર ગાડીનો પીછો કર્યો હતો આ વખતે કેનાલ ઉપર ચુડમેર અને ઢીમા પુલની વચ્ચે શીવાભાઈએ ટ્રક ઉભી રાખતાં કંડકટર સુરેશભાઈ એ બે કેન ઉતારી અગાઉથી ઉભેલા છગનભાઈ પ્રજાપતિના છકડા નંબર ય્ત્ન૦૮રૂ ૩૮૪૬ માં ભરાવ્યાં હતાં. આ વખતે મંત્રી પહોંચી જતાં ટ્રકચાલક રવાના થઇ ગયો હતો. જ્યારે ૮૦ લિટર દુધ કિંમત રૂપીયા ૪૦૦૦ સાથે રંગે હાથે ઝડપાઇ જવા પામ્યો હતો. મંત્રીએ તેને રોકી રાખી ડેરીના ચેરમેન માસેંગભાઇ નગાભાઇ પટેલ તથા જેતશીભાઇ નાગજીભાઇ પટેલ અને રાસીભાઇ નરબતાભાઇ વરણ અને પ્રતાપપુરાના મંત્રીને પણ જાણ કરતા તેઓ બધા આવી ગયા હતા. બધાએ આ અંગે થરાદ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ સામે આઇપીસી ૩૮૮,૧૪૪ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.