થરાદમાંથી ૬૮૨ બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતી માર્શલ જીપ ઝડપાઇ

બુધવારની રાતના અગિયાર વાગ્યાના સુમારે થરાદના મહિલા પી.એસ.આઇ.કે કે રાઠોડ અને કર્મચારીઓ ભરતભાઇ કેશાભાઇ,સરદારસિંહ ગણેશાજી નગરમાં પેટ્રોલિંગમાં હતાં.આ વખતે નગરના હાર્દસમા બળીયા હનુમાન ગોળાઇમાં આવતાં બસસ્ટેશન તરફથી GJ 02 K 5145 નંબરની માર્શલ જીપ આવતાં તેના પર શંકા જતાં તેને અટકાવવા ઇશારો કરતાં ભાગેલો ચાલક શહેરના વિજય બિઝનેશ શોપીંગના આગળના ભાગે ગાડી મુકી અંધારાનો લાભ લઇને નાસી છુટ્યો હતો.પોલીસે ચેક કરતાં જીપમાંથી ૧૪ પેટીમાં રહેલો રૂપીયા ૭૦૨૦૦ની કિંમતનો ૬૮૨ બોટલ જથ્થો મળી આવતાં એક લાખની કાર સહિત કુલ રૂપીયા ૧૭૦૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.તેમજ પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.