02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણામાં હવે પરા તળાવમાં ટ્રેન,બોટિંગની મજા માટે પરિવારે રૂ.250 ખર્ચવા પડશે

મહેસાણામાં હવે પરા તળાવમાં ટ્રેન,બોટિંગની મજા માટે પરિવારે રૂ.250 ખર્ચવા પડશે   19/08/2019

મહેસાણા શહેર મધ્યે નવનિર્મિત સ્વામી વિવેકાનંદ પરા તળાવમાં સહેલગાહે આવનાર દરેક વ્યક્તિએ રૂ.10 એન્ટ્રીચાર્જ આપવો પડશે. જેનો અમલ એકાદ સપ્તાહમાં શરૂ થઇ જશે. સંકુલમાં મેન્ટેનન્સ અને લાઇટ બિલનો ખર્ચ એજન્સી ભોગવશે અને એજન્સી બોટિંગ માટે રૂ.50 અને ટ્રોય ટ્રેનની સવારી માટે રૂ.20 ચાર્જ વસુલશે. નક્કી કરાયેલા આ ચાર્જ જોતાં ચાર સભ્યના પરિવારે હવે તળાવમાં બોટિંગ, ટ્રેનની મજા સાથે ફરવા જવું હશે તો રૂ.250 જેટલું બજેટ ખિસ્સામાં રાખવું પડશે. હાલમાં બોટિંગ, ટ્રેન સવારી સિવાય ફરવા જવું છે તો વ્યક્તિ દીઠ રૂ.10 એન્ટ્રી ફી ચૂકવી ગેમ્સનો આનંદ માણી શકાશે.
 
પરા તળાવમાં વોકિંગ એક્યુપંક્ચર ટ્રેક તેમજ બાળકો માટે રમતગમતનાં સાધનો મૂકાયાં છે. જેમાં ત્રણ વર્ષની વય સુધીનાં બાળકો માટે પ્રવેશ નિ:શુલ્કનું આયોજન કરાઇ રહ્યું છે. ત્રણ વર્ષથી મોટી વયના વ્યક્તિએ રૂ.10 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. જેમાં એક કિલોમીટર ગોળાઇમાં ફરતી ટ્રોય ટ્રેનમાં સવારી માટે રૂ.20, બોટિંગ માટે રૂ. 50 અલગથી ચાર્જ આપવો પડશે. હજુ કપલ અને ગ્રુપ બોટિંગ માટે વધુ 6 બોટ એકાદ સપ્તાહમાં આવી જશે તેમ સૂત્રોએ કહ્યું હતું.
 
વહેલી સવારે 5.30 થી 8 વાગ્યા સુધી મોર્નિંગ વોકનો સમય નક્કી કરાયો છે, ત્યાર પછી 10.30 સુધી સાફસફાઇ માટે એન્ટ્રી બંધ રહેશે અને પછી રાત્રે 9 વાગ્યા સુધી એન્ટ્રી ફી સાથે તળાવમાં હરી ફરી શકાશે. જોકે, નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, એજન્સી સાથે એગ્રીમેન્ટ થયેલા છે અને એકાદ-બે દિવસમાં વર્કઓર્ડર પછી અમલમાં આવશે. જેમાં એજન્સી વધુમાં વધુ રૂ.10 એન્ટ્રી ફી લઇ શકે તેવી જોગવાઇ કરી છે.

Tags :